મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા આઝાદ રેલી યોજીને સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું કર્યું અનાવરણ
SHARE









મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા આઝાદ રેલી યોજીને સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું કર્યું અનાવરણ
મોરબીમાં મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના બલિદાન દિવસ નિમિત્તે તા.૨૭ ને રવિવારે સવારે ૧૦ વાગ્યે આઝાદ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી રવાપર પાસે આવેલ આઝાદ પાર્કથી શરૂ કરવામાં આવી હતી અને રવાપર રોડ, બાપા સીતારામ ચોક, ભગતસિંહ પ્રતિમા બાદ સરદાર બાગની સામે રેલી પૂરી કરવામાં આવી હતી અને બાદમાં ત્યાં ક્રાંતિકારી સેના દ્વારા અંદાજે બે વર્ષથી નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મોરબીમાં આવે તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા તેના ભાગ રૂપે સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું
