મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા આઝાદ રેલી યોજીને સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું કર્યું અનાવરણ
મોરબી સાર્થક વિદ્યામંદિરમાં અટલ ટીકરીંગ લેબનું રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજાએ કર્યું ઉદ્ઘાટન
SHARE









મોરબી સાર્થક વિદ્યામંદિરમાં અટલ ટીકરીંગ લેબનું રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજાએ કર્યું ઉદ્ઘાટન
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં કેસરમાં પાસે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે અટલ ટીકરીંગ લેબનું રાજ્યના પંચાયત વિભાગના મંત્રી અને મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય બ્રિજેશ મેરજાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ત્યારે આ કાર્યક્રમની અંદર નર્મદા બાદ ઘરના ભરતભાઇ મહેતા, મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જયવંતસિંહ જાડેજા, અભિજીતસિંહ જાડેજા સહિતના આગેવાનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ હાજર રહ્યા હતા ત્યારે સ્કૂલના સંચાલક કિશોરભાઈ શુક્લાએ જણાવ્યું હતું કે, વર્તમાન સમય વિજ્ઞાન અને ટેકનોલોજીનો છે ત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી જેથી કરીને બાળકો નાનપણથી જ વિજ્ઞાન અને ટેક્નોલોજીની સમજ તથા તેના જુદા જુદા પ્રયોગો થકી તેઓ માનસિક વિકાસ થાય તે માટે થઇને સરકાર દ્વારા અટલ ટીકરીંગ લેબ મંજૂર કરવામાં આવે છે અને સહયોગ આપવામાં આવી રહ્યો છે અને તેનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ વધુ ટેકનોલોજી તરફ વડે તેના માટેના પ્રયાસો કરવામાં આવશે તેવી તેમણે ખાતરી આપી હતી તો રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે વર્તમાન સમયની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીએ જરૂરિયાત બની ગયા છે ત્યારે વિદ્યાર્થીઓને નાનપણથી જે વિજ્ઞાન અને ટેકનોલોજી તરફ વાળવા માટે સરકાર જે પ્રયત્નો કરી રહી છે તેના પરિણામો આગામી દિવસો મળવાના છે અને તેના જ ભાગરૂપે આ અટલ ટીકરીંગ લેબ જેવી અનેક લેબો જુદા જુદા શૈક્ષણીક એકમોની અંદર કાર્ય કરવામાં આવી રહી છે
