મોરબી સાર્થક વિદ્યામંદિરમાં અટલ ટીકરીંગ લેબનું રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજાએ કર્યું ઉદ્ઘાટન
વાંકાનેરના યુવરાજ કેશરીદેવસીંહજી ઝાલાના ભવ્ય રાજ્યાભિષેક માટે તડામાર તૈયારી
SHARE









વાંકાનેરના યુવરાજ કેશરીદેવસીંહજી ઝાલાના ભવ્ય રાજ્યાભિષેક માટે તડામાર તૈયારી
વાંકાનેરના પ્રજાવત્સલ્ય રાજવી સ્વ. અમરસિંહજી ઝાલાના પ્રપૌત્ર કેશરીદેવસીંહજી દિગ્વિજયસિંહજી ઝાલાની રાજ્યાભિષેક વિધિ તથા રાજતિલક વિધિનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી શિવરાત્રિથી પાંચ દિવસ સુધી જુદાજુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં રાજવી પરિવાર, સંતો મહંતો સહિતના હાજર રહેશે
વાંકાનેરના આંગણે ધાર્મિક વિધિ વિધાન અને રાજવી પરંપરા સાથે યુવરાજ કેશરીદેવસીંહજી દિગ્વિજયસિંહજી ઝાલાની રાજ્યાભિષેક વિધિ તથા રાજતિલક વિધિનું આયોજન કરવામાં આવ્યું છે અને પાંચ દિવસ સુધી જુદા જુદા કાર્યક્રમ રાખવામા આવેલ છે જેમાં સંતો મહંતો, ક્ષત્રીય સમાજના આગેવાનો અને શ્રેષ્ઠી સહિતના હાજર રહેશે અને આ વિધિ જુના દરબાર ગઢ અને ગરાસીયા બોડીંગ ખાતે રાખવામા આવેલ છે
જેમાં મહારાણારાજ કેશરીદેવસિંહજી ઝાલાની તિલકવિધિમાં મહાશિવરાત્રીના દિવસે સ્વયંભુ જડેશ્વર મંદિર ખાતે જડેશ્વર દાદાના નિજ મંદિરમાં અભિષેક અને પૂજન, ૨ માર્ચના રોજ જુના દરબાર ગઢ ખાતે બ્રહ્મચોર્યાસી, ૩ માર્ચના રોજ યજ્ઞ અને રાજ્યાભિષેક સહીત રાજવી પરંપરાગત ધાર્મિક વિધિ, ૪ માર્ચના રોજ સવારે ૮ થી ૯ કલાક સુધી રાજતિલક વિધિ અને પછી રાજ પરિવારની પરંપરાગત તિલક વિધિ ઝાલા કુટુંબની કુવારી દીકરીબાના હસ્તે મહારાણા રાજ કેશરીદેવસિંહજી ઝાલાને રાજતિલક કરવામાં આવશે
ત્યાર બાદમાં તે દિવસે ક્ષત્રીય સમાજ દ્વારા રાજ સાહેબને પાઘડી પહેરાવવામાં આવશે અને બેન્ડ પાર્ટીના સગીતના સુર સાથે જુના દરબારગઢથી નગર યાત્રા (શોભાયાત્રા) પ્રસ્થાન થશે જેમાં વિન્ટેજ કાર, બગી, શણગાર સજેલા ઘોડા અને ક્ષત્રીય સમાજ તેમના પરંપરાગત પોશાક-પાઘડી અને સાફા સાથે તેમજ નગરજનો, સંતો-મહંતો પણ જોડાશ
