વાંકાનેરના યુવરાજ કેશરીદેવસીંહજી ઝાલાના ભવ્ય રાજ્યાભિષેક માટે તડામાર તૈયારી
મોરબી જિલ્લામાં હિન્દી ફિલ્મના શૂટિંગ માટે સારાઅલી ખાન સહિતના કલાકારો પહોંચ્યા
SHARE









મોરબી જિલ્લામાં હિન્દી ફિલ્મના શૂટિંગ માટે સારાઅલી ખાન સહિતના કલાકારો પહોંચ્યા
વાંકાનેરના પેલેસમાં હિન્દી ફિલ્મ ગેસ લાઈટનું શૂટિંગ કાલથી શરૂ થવાનું છે ત્યારે અભિનેત્રી સારાઅલી ખાન અને ચિત્રાંગદાસિંહ તેમજ અભિનેતા વિક્રાંત મૈસી સહિતના મોરબી જીલ્લામાં પહોચ્યા છે અને અક્ષયકુમાર પણ વાંકાનેરમાં ફિલ્મના શુટીંગ માટે આવે તેવી શક્યતા છે.
વાંકાનેરના પેલેસમાં અગાઉ અનેક હિન્દી ફિલ્મના શુટીંગ કરવામાં આવેલ છે ત્યારે હિન્દી ફિલ્મ ગેસ લાઈટના શુટીંગ તા 28 થી શરૂ થવાનું છે જેના માટે નૈમી કલાકારો મોરબી જીલ્લાના મહેમાન બનવાના છે અને વાંકાનેર પેલેસમાં જે ફિલ્મનું શૂટિંગ થવાનું છે તેના માટે બૉલીવુડ સ્ટાર સારાઅલી ખાન, ચિત્રાંગદાસિંહ તેમજ અભિનેતા વિક્રાંત મૈસી સહિતના મોરબી જીલ્લામાં પહોચ્યા છે અને આવતીકાલથી વાંકાનેરના પેલેસ ખાતે આ હિન્દી ફિલ્મનું શૂટિંગ શરૂ થવાનું છે અને આ ફિલ્મના શૂટિંગ માટે અક્ષય કુમાર પણ મોરબી જિલ્લાના વાંકાનેરમાં આવે તેવી શક્યતાઓ છે
