મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

માળીયા(મિં)ના વવાણીયા ગામે જુગાર રમતા છ ઝડપાયા


SHARE













માળીયા(મિં)ના વવાણીયા ગામે જુગાર રમતા છ ઝડપાયા

માળીયા મિંયાણા તાલુકાના વવાણીયા ગામે મોટા કોળીવાસના મેઇન રોડ ઉપર જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે છ શખ્સો ૫૦૩૦ રૂપિયાની રોકડ સાથે મળી આવ્યા હતા.જેથી પોલીસે તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા તાલુકાના વવાણીયા ગામે મોટા કોળીવાસના મેઇન રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી.જેથી માળિયા તાલુકા પોલીસની ટીમે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા માનસંગભાઈ મનુભાઈ કોળી, બચુભાઈ જગુભાઈ કોળી, બાબુભાઈ પોપટભાઈ સોમાણી, ઉકાભાઇ નાથાભાઈ મકવાણા, ભીમાભાઇ રામજીભાઇ રાઠોડ અને જેન્તીભાઈ ચંદુભાઈ સોમાણી જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૫૦૩૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ શ્રીમદ રાજચંદ્ર સોસાયટીમાં રહેતા પ્રભુલાલ જાદવજીભાઈ થોરીયા નામના ૭૨ વર્ષીય વૃદ્ધને સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસે બાઇક સ્લીપ થતા વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થઈ હતી જેથી કરીને તેઓને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યારે ટંકારાના મહેન્દ્રપુર ગામે રહેતા પમીબેન પાલાભાઈ ચૌહાણ નામના ૪૪ વર્ષીય મહિલા સગાને ત્યાં બેસવા જતા હતા તે દરમિયાન રસ્તામાં બાઇકમાંથી નીચે પડી જતાં ઇજાગ્રસ્ત પમીબેન ચૌહાણને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.

યુવાન સારવારમાં

મોરબી તાલુકાના વનાળીયા ગામનો રહેવાસી ભાવેશ મોમૈયાભાઈ કળોતરા નામનો ૨૭ વર્ષીય યુવાન વનાળીયાથી લાલપર તરફ જતો હતો ત્યારે રસ્તામાં કંડલા બાયપાસ ઉમા રિસોર્ટ પાસે તેનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત ભાવેશ કળોતરાને સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબીના સામાકાંઠા આવેલ મહાવીર સોસાયટીમાં રહેતો ચેતન રામજીભાઈ સુરેજા નામનો ૪૦ વર્ષીય યુવાન હળવદ રોડ ઉપર નીચી માંડલ ગામ પાસેથી જતો હતો ત્યાં રસ્તામાં તેનું બાઇક પણ સ્લીપ થઈ જતાં ઇજાગ્રસ્ત ચેતનભાઇને પણ સારવારમાં ખસેડાયો હોય પોલીસે બંને બનાવોની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.




Latest News