માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં પરિણીતાને પરાણે રિસામણે મોકલીને છૂટાછેડાની ધમકી આપતા પતિ સહિત ચાર સામે ફરિયાદ


SHARE

















મોરબીમાં પરિણીતાને પરાણે રિસામણે મોકલીને છૂટાછેડાની ધમકી આપતા પતિ સહિત ચાર સામે ફરિયાદ

મોરબીના નાની વાવડી ગામે રહેતી પરિણીતાને પરાણે રિસામણે મોકલીને છૂટાછેડાની ધમકી આપવામાં આવતી હતી જેથી તે ફિનાઇલ પી ગઈ હતી અને તેને હાલમાં તેના પતિ,  સાસુ-સસરા અને કૌટુંબિક જેઠની સામે મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના નાની વાવડી ગામે આવેલ વાટીકા સોસાયટીમાં રહેતા ભાવનાબેન સુનિલભાઈ ચાવડા જાતે આહીર (ઉંમર ૨૭) એ ફિનાઇલ પી લીધું હતું જેથી કરીને તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ હાલમાં તેઓએ મોરબીના મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેમના પતિ સુનિલભાઈ મોહનભાઈ ચાવડા, સસરા મોહનભાઈ રાણાભાઈ ચાવડા, સાસુ કુંવરબેન મોહનભાઈ ચાવડા અને કૌટુંબિક જેઠ રવિભાઈ ધનાભાઈ ચાવડાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેઓએ જણાવ્યું છે કે ઘરકામ બાબતે તેમજ ખાવા-પીવા અને કપડાં પહેરવા બાબતે તેને શારીરિક-માનસિક ત્રાસ આપીને અવાર-નવાર નાનીમોટી બાબતોમાં મેણાંટોણાં મારવામાં આવતા હતા અને તેને પરાણે રિસામણે મોકલીને છૂટાછેડાની ધમકી આપવામાં આવી રહી છે અને બોલાચાલી કરી ઝઘડા કરીને તેણીને માનસિક ત્રાસ પણ આપવામાં આવી રહ્યો હતો જેથી ભોગ બનેલી પરિણીતા પોતાના ઘરે પોતાની જાતે ફિનાઇલ પી ગઈ હતી અને હાલમાં તેણે પતિ સહિત ચારેય સામે મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બાળકી-મહીલા સારવારમાં

મોરબીના કોઈલી ગામે રહેતા શૈલેષભાઈ પંચાસરાની ૧૧ વર્ષીય દીકરી પાયલ ગામમાં આવેલ ડેમ પાસે બાઈકમાં પાછળના ભાગે બેઠી હતી તે દરમિયાન ચાલુ બાઇકે નીચે પડી જતા ઇજાગ્રસ્ત પાયલને સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી.જ્યારે મોરબીના જુના ઘુંટુ ગામે રહેતા પારૂલબેન મહેશભાઈ પરમાર નામની ૩૦ વર્ષીય મહિલાએ ગામમાં આવેલ દાળમાઁ દાદાના મંદિર પાસે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતાં તેણીને સારવારમાં અહીંની સદભાવના હોસ્પિટલ ખસેડાઇ પતિ અને બાદમાં ત્યાંથી તેને વધુ સારવાર માટે જામનગર ખસેડાઈ હોવાનું જાણવા મળેલ છે.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મણિલાલ ગામેતીએ તપાસ હાથ ધરી છે.




Latest News