મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિરનો પંચદશમ્ પાટોત્સવ પંચવિધ કાર્યક્રમો સાથે ધામધૂમથી ઉજવાશે


SHARE













મોરબી જલારામ મંદિરનો પંચદશમ્ પાટોત્સવ પંચવિધ કાર્યક્રમો સાથે ધામધૂમથી ઉજવાશે

પ્રભાતધૂન, વૈદિક મહાયજ્ઞ, સન્માન સમારોહ, મહાઆરતી, મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો

મોરબીમાં વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ મંદિરનો પંચદશમ્ પાટોત્સવ આગામી ગુરુવાર તા.૩-૩ ના રોજ પંચવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ઉજવવામા આવશે.જે અંતર્ગત સવારે ૬ કલાકે પ્રભાતધૂન, સવારે ૮ કલાકે વૈદિક મહાયજ્ઞ, સવારે ૧૦ કલાકે કાર્યકર્તાઓ તેમજ દાતાઓનો સન્માન સમારોહ, સાંજે ૬:૩૦ કલાકે મહાઆરતી, સાંજે ૭ કલાકે મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો યોજાશે.શહેરની દરેક ધર્મપ્રેમી જનતાને પધારવા તેમજ પ્રસાદ ગ્રહણ કરવા શ્રી જલારામ પ્રાર્થના મંદિરના આગેવાનો દ્વારા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામા આવ્યુ છે.

મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા એમ્બ્યુલન્સ સેવા, શબવાહીની સેવા, વૈકુંઠ રથ સેવા, અંતિમ યાત્રા બસ, ફ્રિઝ શબ પેટી, દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદની વ્યવસ્થા, બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર, સામૂહીક અસ્થિ વિસર્જન, મેડીકલ સાધનોની સેવા, મેડીકલ કેમ્પ, બ્લડ ડોનેશન, પદયાત્રીઓની સેવા, દર મહીને વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ સહીતની સેવાઓ વિનામુલ્યે કોઈપણ પ્રકારના નાતજાતના ભેદભાવ વિના સમાજને અવિરતપણે અહીંથી પ્રદાન કરવામા આવી રહી છે.કોરોનાની મહામારીના સમયમા મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા એક લાખથી વધુ ફુડ પેકેટોનું વિતરણ, એમ્બ્યુલન્સ સેવા, ઓક્સિજન બોટલ, નેબ્યુલાઈઝર, ઓક્સિમીટર સહીતની સેવાઓ અવિરતપણે પ્રદાન કરવામા આવી હતી ત્યારે આગામી વર્ષે પણ દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદ તેમજ દર ગુરુવારે મહાપ્રસાદ રાબેતા મુજબ યોજાશે તેમ સંસ્થાએ યાદીમા જણાવ્યુ છે.પ્રસાદમા સહયોગ આપવા ઈચ્છુકોએ શ્રી જલારામ પ્રાર્થના મંદિરે રૂબરૂ સંપર્ક કરવો




Latest News