મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં જુગારની જુદીજુદી ત્રણ રેડ: ૩ મહિલા સહિત આઠ જુગારી પકડાયા


SHARE







મોરબીમાં જુગારની જુદીજુદી ત્રણ રેડ: ૩ મહિલા સહિત આઠ જુગારી પકડાયા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ઓરીએન્ટલ બેંક વાળી શેરીના ખાંચામાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે જુગાર રેડ કરી હતી ત્યારે ૩ મહિલા સહીત કુલ મળીને ચાર વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૧૧૭૦ રૂપિયાની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર નજીક આવેલ ઓરીએન્ટલ બેંક વાળી શેરીના ખાંચામાં જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જીતેન્દ્રભાઈ ગોગાભાઈ બાબરીયા, મુક્તાબેન મનસુખભાઈ સનુરા, રીંકુબેન દીપકભાઈ સનુરા અને મંજુબેન દિનેશભાઈ સનુરા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૧૭૦ રૂપિયાની રોકડ કબજે કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

ચલણી નોટથી જુગાર

મોરબીના જૂના બસ સ્ટેશન પાસે ચલણી નોટના આધારે બે શખ્સો જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે રેડ કરી હતી ત્યારે આરીફભાઇ મુસ્તાકભાઇ બ્લોચ જાતે મકરાણી (ઉ.૪૨) અને મુનવરભાઇ અનવરભાઇ મીનીવાડીયા જાતે ઘાંચી (ઉ.૩૯) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૫૦૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી આવી જ રીતે મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આસ્વાદ પાન પાસે ચલણી નોટના આધારે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે ત્યાં રેડ કરતાં તૌફીકભાઇ કરીમભાઇ ખોખર જાતે પીંજારા (ઉ.૨૮) અને દિલીપભાઇ કાનજીભાઇ ઉભડીયા જાતે પ્રજાપતી (ઉ.૨૪) ચલણી નોટના આધારે જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૩૪૦ રૂપિયાની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News