મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વિદ્યાર્થીઓ માટે બીઆરસી કક્ષાએ પુસ્તક વાચક સ્પર્ધા યોજાઈ


SHARE







મોરબીમાં વિદ્યાર્થીઓ માટે બીઆરસી કક્ષાએ પુસ્તક વાચક સ્પર્ધા યોજાઈ

રીડર બન્યા વગર લીડર કઈ રીતે થવાય એ બાબતને કેન્દ્રમાં રાખી, વિદ્યાર્થીઓનો વાંચન પ્રેમ વધેએ માટે કવોલીટી એજ્યુકેશન એન્ડ મોનિટરીંગ બ્રાન્ચ એસપીઓ, સમગ્ર શિક્ષા, જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને બીઆરસી કો ઓર્ડીનેટર મોરબીના માર્ગદર્શન નીચે મોરબી બી.આર.સી ભવન ખાતે વાંચન અધ્યયન ઉત્સવ અંતર્ગત પુસ્તક વાચક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને પુસ્તક વાચક સ્પર્ધાથી વાંચન અને લેખન કૌશલ્યને સક્ષમ બનાવે છે. તેમજ શબ્દભંડોળ વધે, સર્જનાત્મકતા, વિવેચનાત્મક વિચારસરણી, કલ્પના અને અભિવ્યક્તિમાં વધારો કરવા માટે સૌપ્રથમ મોરબી તાલુકાની તમામ સરકારી શાળાઓમાં શાળા કક્ષાએ ધો. ૬,૭,૮,૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને શાળામાં પ્રથમ આવેલ વિદ્યાર્થીઓએ સી.આર.સી.કક્ષાએ ભાગ લીધો હતો તેમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ  વિદ્યાર્થીઓને બી આર સી કક્ષાએ ભાગ લેવા માટે મોકલવામાં આવ્યા હતા જેમાં કુલ મળીને ૬૮ વિદ્યાર્થીઓએ આવ્યા હતા અને દરેક ધોરણ વાઇઝ ત્રણ ત્રણ નિર્ણયાકઓની નિમણુક કરી હતી. આ સ્પર્ધામાં ધો. ૬ માં સદાતિયા આરુષિ અને નકુમ મુસ્કાન પ્રથમ ક્રમે વિજેતા, ધો. ૭ માં ચન્દ્રોલા સુહાની, ધો. ૮ માં પાંચોટીયા આસ્થા, ધો. ૯ માં પૈજા શ્રુતિ અને ધો. ૧૧ માં ધામેચા દિશા પ્રથમ ક્રમે વિજેતા થયેલ છે આ કાર્યક્રમને સફળ બનાવવા બીઆરસી કો ઓર્ડીનેટર આદ્રોજા ચિરાગ, ડો.કાંજીયા, ડો.દંતાલિયા ઇન્ચાર્જ કે.ની. મનન બુધ્ધદેવ, માનસેતા, મારવાણિયા, વાધેલા, કાલરિયા, દેલવાડિયા, ડાંગરએ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમજ કાર્યક્રમનું સંચાલન કાલરિયા રમેશભાઈ, ચંદ્રકાંતભાઈ બાવરવા તેમજ રિકિતભાઈ વિડજાએ કર્યું હતું.




Latest News