મોરબીમાં પાલિકાએ મુકેલ ફુવારા તથા ડીઝીટલ લાઇટો ચાલુ કરવામાં આવે તેવી માંગ
હળવદના સુખપર પાસે કાર ડિવાઇડર સાથે અથડાતાં વૃધ્ધાનું મોત, દંપતી-દીકરીને ઇજા
SHARE









હળવદના સુખપર પાસે કાર ડિવાઇડર સાથે અથડાતાં વૃધ્ધાનું મોત, દંપતી-દીકરીને ઇજા
હળવદના સુખપર ગામ પાસેથી પસાર થતી કાર પુલ ઉપરના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી જેથી કરીને કારમાં બેઠેલ ચાર વ્યક્તિઓ પૈકીના એક વૃદ્ધાનું મોત નીપજ્યું છે જ્યારે પતિ-પત્ની અને તેની દીકરીને ઇજા થયેલ છે માટે હળવદમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઈ ગયા છે
જાણવા મળતી વિગત પ્રમાણે આજે સવારના સમયે અમદાવાદ તરફથી મોરબી બાજુ એક પરિવાર પોતાની કાર નંબર જીજે ૧ એફટી ૧૬૭૧ લઈને આવી રહ્યો હતો ત્યારે સુખપર ગામના પાટિયા પાસે આવેલ પુલના ડિવાઈડર સાથે તેઓની કાર ધડાકાભેર અથડાઈ હતી જેથી કરીને કારમાં બેઠા ધર્મેશભાઈ દેવેન્દ્રભાઈ, તેમના પત્ની વિમળાબેન ધર્મેશભાઈ અને તેમની દીકરી હેમાંગીબેન ધર્મેશભાઈને ઇજાઓ થયેલ છે જો કે, એક વૃદ્ધ મહિલાને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજ્યું હતુ. જોકે ધર્મેશભાઈ અને તેની પત્ની તેમજ દીકરીને હળવદની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે તેઓને સુરેન્દ્રનગર લઈ ગયા છે તેવું હાલમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે
