હળવદના સુખપર પાસે કાર ડિવાઇડર સાથે અથડાતાં વૃધ્ધાનું મોત, દંપતી-દીકરીને ઇજા
મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસો.ના પ્રમુખ પદ માટે ઉમેદવારો દ્વારા ખાનગી મિટિંગોમાં શક્તિ પ્રદર્શન: વિધાનસભા જેવો માહોલ
SHARE









મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસો.ના પ્રમુખ પદ માટે ઉમેદવારો દ્વારા ખાનગી મિટિંગો: વિધાનસભા જેવો માહોલ
મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસોસિયેશનના પ્રમુખ માટે ત્રણ આગેવાનોએ ઉમેદવારી નોંધાવી છે જો કે વિધાનસભાની ચૂંટણીમાં જે રીતે ઉમેદવારો પોતાનું શક્તિ પ્રદર્શન કરતાં હોય છે તેવી જ રીતે હાલમાં આ ચૂંટણી માટે થઈને જે આગેવાનોએ ઉમેદવારી નોંધાવી છે તેમના દ્વારા પોતાનું શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ગઈકાલે રાત્રીના એક ખાનગી બેઠક યોજાઈ હતી અને તેમાં મોટી સંખ્યામાં ઉમેદવારના સમર્થનમાં હાજર રહ્યા હતા ત્યારબાદ આજની ફરી એક બેઠક આ ચૂંટણીમાં ઉમેદવારી કરનાર આગેવાને બોલાવી છે
મોરબી સિરામિક વોલ એસોસિયેશનના પ્રમુખ નિલેષભાઈ જેતપરિયા દ્વારા પોતાનું સ્વૈચ્છિક રાજીનામું મૂકવામાં આવ્યું છે જેથી કરીને હાલમાં વોલ ટાઇલ્સ એસોસિયેશનના પ્રમુખ પદ માટે થઈને ચૂંટણી યોજાવા જઇ રહી છે અને આ ચૂંટણી માટે થઈને મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસોસિયેશનના ઉપપ્રમુખ હરેશભાઈ બોપલિયા, પ્રદીપભાઈ કાવઠીયા અને ચતુરભાઈ પાડલિયા દ્વારા પોતાની દાવેદારી નોંધાવવામાં આવી છે અને આ ચૂંટણીને લઈને હાલમાં ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે
સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી નજીકના લીલાપર ગામ પાસે ગઈકાલે મોડી સાંજના સમયે મોરબી સિરામિક ટાઇલ્સ એસો.ના ઉદ્યોગકારોની એક ખાનગી બેઠક યોજાઈ હતી અને આ બેઠક હરેશભાઈના સમર્થન માટે યોજાયેલા હતી જેમાં પોણા બસ્સો જેટલા સિરામિક ઉદ્યોગકારો હાજર રહ્યા હતા અને તેને પ્રમુખ તરીકે ચૂંટી કાઢવા માટેનો સંકલ્પ કરવામાં આવ્યો હતો બીજી તરફ જાણવા મળતી વિગત પ્રમાણે આજે આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનારા પ્રદીપભાઈ કાવઠીયા દ્વારા પોતાના સમર્થન માટે સિરામિક ઉદ્યોગકારોની એક બેઠક બોલાવવામાં આવી છે આમ વિધાનસભા ચૂંટણી જેવો માહોલ હાલમાં આ ચુંટણીમાં જોવા મળે છે
