મોરબીમાં સેતુબંધ ફાઉન્ડેશન-ઇન્ટરનેશનલ હયુમન રાઈટ્સ એસો. દ્વારા એક દીકરી ધરાવતા દંપતીનું કરશે સન્માન
SHARE









મોરબીમાં સેતુબંધ ફાઉન્ડેશન-ઇન્ટરનેશનલ હયુમન રાઈટ્સ એસો. દ્વારા એક દીકરી ધરાવતા દંપતીનું કરશે સન્માન
મોરબીના સેતુબંધ ફાઉન્ડેશન અને ઇન્ટરનેશનલ હયુમન રાઈટ્સ એસો.ના સંયુક્ત ઉપક્રમે જે પરિવારમાં સંતાનમાં માત્ર એક દિકરી જ હોય તેવા પરિવારના સન્માનનો કાર્યક્રમ કરવામાં આવશે તેના માટે
આજ ના સમયમાં સમાજમાં પ્રવર્તતા લિંગ-ભેદ રેશિયોના તફાવતને ઓછો કરવામાં તેમજ બેટી બચાવો બેટી ભણાવો જે સરકારનો કાર્યક્રમ છે, તેમાં જેઓએ ખરેખર પોતાનું આગવું યોગદાન આપેલ છે, તેઓની સમાજમાં આગવી સન્માનજનક ઓળખ ઉભી થાય, અન્ય લોકો પણ પોતાના સંતાનમાં દિકરો દિકરીના ભેદ ભૂલીને દિકરી પણ દિકરા સમાન છે તેવું માનીને આવા લોકોમાંથી પ્રેરણા લે, તંદુરસ્ત અને સમૃદ્ધ તેમજ સુરક્ષિત સમાજની રચના થાય, સમાજમાં બેટીઓ માટે સન્માનજનક સ્થાન બને, દિકરીઓ પર અત્યાચાર બંધ થાય તેના માટે લોકોમાં જાગૃતિ આવે, દિકરીઓ આત્મનિર્ભર થાય અને સ્વરક્ષણ કરતી થાય તેવા સંદેશ સાથે સંતાનમાં ફક્ત એક દીકરી જ ધરાવતા પરિવાર કે જેમાં માતા-પિતાની ઉંમર ૪૫ વર્ષથી ઉપર હોય અથવા તો દિકરીની ઉમર ૧૫ વર્ષથી ઉપરની હોય તેવા માતા-પિતાઓના મહાનુભાવોના હસ્તે સન્માનનો કાર્યક્રમ કરવામાં આવશે
આ કાર્યક્રમમાં ભાગ લેવા દરેકે રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજીયાત છે. જેના માટેના ફોર્મની PDF આપવામાં આવશે જે ફોર્મ ભરીને ૧૦-રાજધાની કોમ્પ્લેક્ષ, નવા બસસ્ટેશન સામે, શનાળા રોડ ઉપર ઓફિસે આપવાનું રહેશે અને આ ફોર્મ દરેક સમાજના લોકો ભરી શકશે. આ ફોર્મ તા. ૩૧-૩ સુધીમાં ભરવાનું રહેશે અને તેની ઝેરોક્ષ કોપી જમા કરાવવાની છે તેવું સંસ્થાના કાન્તિલાલ ડી. બાવરવાએ જણાવ્યુ છે
