માળીયા પોલીસે પાસા વોરંટના આરોપીને પકડીને સુરત જેલ હવાલે કર્યો
મોરબીના ઘુટ્ટુ ગામ પાસેથી બારબોરની બંદુક સાથે એક શખ્સ પકડાયો
SHARE









મોરબીના ઘુટ્ટુ ગામ પાસેથી બારબોરની બંદુક સાથે એક શખ્સ પકડાયો
મોરબી જિલ્લા એલસીબીની ટીમના માણસો કામગીરી કરી રહ્યા હતા ત્યારે પૃથ્વીરાજસિંહ જાડેજા તથા વિક્રમભાઇ કુગસીયાને સયુકત મળેલ ખાનગી બાતમી આધારે મોરબી હળવદ રોડ ઘૂટું કેનાલ પાસેથી દેશી હાથબનાવટની બારબોરની બંદુક સાથે આરોપી રોહીતભાઇ ભાણજીભાઇ માકાસણા જાતે પટેલ (ઉ.૩૧) રહે. ચરાડવા રજપુત વાળી શેરીમાં તાલુકો હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ૫,૦૦૦ ની કિંમતની બંદુક કબ્જે કરેલ છે
