મોરબીના ઘુટ્ટુ ગામ પાસેથી બારબોરની બંદુક સાથે એક શખ્સ પકડાયો
મોરબી જિલ્લામાં ડ્રોન ઘટકમાં સહાય મેળવવા અરજી કરી શકાશે
SHARE









મોરબી જિલ્લામાં ડ્રોન ઘટકમાં સહાય મેળવવા અરજી કરી શકાશે
આગામી વર્ષ ૨૦૨૨-૨૩ માટે જીલ્લામાં ડ્રોન વસાવવા ઈચ્છતા FPO, ખેડૂત સહકારી મંડળી, Rural Entrepreneurs તેમજ અગાઉ કસ્ટમ હાયરીંગ સેંટર/હાઈટેકહબ વસાવેલ હોય તેવી સંસ્થાઓએ લાભ લેવા આઇ ખેડુત પોર્ટલ પર ફાર્મ મશીનરી બેંક-૧૦ લાખ સુધીના ઘટક હેઠળ અરજી કરવાની રહેશે.
અરજદારે ઓનલાઇન કરેલ અરજીની પ્રીન્ટ પોતાની પાસે જ રાખવાની રહેશે તથા કોઇ કચેરી ખાતે જમા કરાવવાની જરૂરીયાત નથી પરંતુ, ઓનલાઇન કરેલ અરજીને ખેતીવાડી ખાતા દ્વારા જો પુર્વ મંજુરી આપવામાં આવે તો અરજદાર દ્વારા નિયત સમયમર્યાદામાં સાધનની ખરીદી કર્યા બાદ ખેડૂતે સહી કરેલ અરજીની પ્રીન્ટઆઉટ સાથે જરૂરી સાધનિક પુરાવા સાથેનો કલેઇમ સબંધિત કચેરીએ રજુ કરવાનો રહેશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત મોરબીની યાદીમાં જણાવાયું છે.
અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ જોગ
મોરબી વર્ષ-૨૦૨૧-૨૨ માટે મેડિકલ, એન્જિનિયરીંગમાં પ્રવેશ માટેની ગુજકેટ, નીટ, જઈઈ, જેવી પરીક્ષાઓની પુર્વ તૈયારી માટે તાલીમ સહાય આપવાની યોજના અને આઈઆઈએમ, નિફ્ટ, સેફ્ટ અને એનએલયુ જેવી કેન્દ્રિયકૃત સંસ્થાઓમાં પ્રવેશ માટેની પુર્વ પરીક્ષાની તૈયારી માટે તાલીમ સહાય આપવાની યોજના તેમજ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની તમામ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓની તૈયારી માટે તાલીમ સહાય આપવાની યોજના અંતર્ગત ઉકત યોજનાઓ હેઠળ તાલીમ સહાય મેળવવા ઈચ્છતા અનુસૂચિ જાતિના વિધાર્થીઓને esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર યોજનાકીય માહિતી મેળવી રજિસ્ટ્રેશન કરી ઓનલાઇન અરજી કરવા માટે જણાવવામાં આવે છે. સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓની તૈયારી માટે તાલીમ સહાય યોજનાનો લાભ રાજ્ય કક્ષાએથી નિયમોનુસાર તૈયાર કરેલ મેરિટમાં આવતા વિધાર્થીઓને ફક્ત એક જ વાર મળવાપાત્ર થશે. જેની ખાસ નોંધ લેવા કે.વી.ભરખડા નાયબ નિયામક અનુ. જાતિ કલ્યાણ મોરબીની યાદીમાં જણાવાયું છે.
