મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસો.ના પ્રમુખની ચુંટણીમાં બે ઉમેદવારો મેદાનમાં : હરેશભાઈ તરફે વન-વે જેવો ઘાટ


SHARE







મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસો.ના પ્રમુખની ચુંટણીમાં બે ઉમેદવારો મેદાનમાં : હરેશભાઈ તરફે વન-વે જેવો ઘાટ

મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસોસિયેશનના પ્રમુખ માટે ત્રણ આગેવાનોએ ઉમેદવારી નોંધાવી છે જો કે વિધાનસભાની ચૂંટણીમાં જે રીતે ઉમેદવારો પોતાનું શક્તિ પ્રદર્શન કરતાં હોય છે તેવી જ રીતે આ ચૂંટણી માટે મિટિંગો કરવામાં આવી હતી અને ત્રણમાંથી એક ફોર્મ ગઇકાલે સાંજે પાછું ખેંચી લેવામાં આવેલ છે જો કે, હજુ બે ઉમેદવાર મેદાનમાં હોવાથી ચૂંટણી યોજાશે તે નિશ્ચિત થઈ ગયું છે પરંતુ સિરામિક ઉદ્યોગકારોના વર્તુળો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ આ ચુંટણીમાં હરેશભાઈ બોપલિયા તરફે વન-વે વોટિંગ થાય તેવા સંકેતો મળી રહ્યા છે.

મોરબી સિરામિક વોલ એસો.ના પ્રમુખ નિલેષભાઈ જેતપરિયાએ સ્વૈચ્છિક રાજીનામું મૂકયુ છે જેથી હાલમાં વોલ ટાઇલ્સ એસો.ના પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાવા જઇ રહી છે અને આ ચૂંટણી માટે મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસો.ના ઉપપ્રમુખ હરેશભાઈ બોપલિયા, પ્રદીપભાઈ કાવઠીયા અને ચતુરભાઈ પાડલિયા દ્વારા પોતાની દાવેદારી નોંધાવવામાં આવી હતી જેમાંથી ગઇકાલે ચતુરભાઈ પાડલિયાએ પોતાની ઉમેદવારી પછી ખેચી લીધેલ છે જેથી કરીને આ ચૂંટણીમાં હરેશભાઈ બોપલિયા અને પ્રદીપભાઈ કાવઠીયા વચ્ચે સીધી જ ટક્કર થવાની છે અને હાલમાં ઉમેદવારો ચુંટણીમાં જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને ખાસ કરીને વિધાનસભા ચૂંટણીમાં જે રીતે મતદારોને રિજવવા માટે મિટિંગો અને બેઠકો કરવામાં આવે છે તેવી જ રીતે હાલમાં ઉદ્યોગકારોની સાથે ઉમેદવારો દ્વારા બેઠકો અને મિટિંગો કરવામાં આવી રહી છે જો કે, સિરામિક ઉદ્યોગકારોના વર્તુળો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ હરેશભાઈ બોપલિયા છેલ્લા ઘણા વર્ષોથી સિરામિક એસો.માં ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે અને ટ્રેડના પ્રશ્નો ઉકેલાય તે માટે ઘણી રજૂઆતો અને કામગીરી કરેલ છે અને તેઓની પાસે એસો.નું કામ કરવા માટેનો અનુભવ પણ છે જેથી કરીને આ ચુંટણીમાં હરેશભાઈ બોપલિયા તરફે વન-વે વોટિંગ થાય તેવા સંકેતો મળી રહ્યા છે જો કે, ચુંટણીમાં વનવે જેવો માહોલ છે ત્યારે હરીફ ઉમેદવાર હજુ પણ પોતાની ઉમેદવારી પરત ખેચી લે તો વર્ષોથી જે રીતે વગર ચૂંટણીએ સર્વાનુમતે મોરબી સિરામિક એસો.ના પ્રમુખ નક્કી કરવામાં આવે છે તે પ્રથા જળવાઈ રહે તેવી શક્યતા છે પરંતુ હાલના સંજોગોમાં ચૂંટણી થાય તેવી પૂરેપુરી શક્યતા છે.






Latest News