મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વિરવિદરકા ગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે એક પકડાયો: ૩.૦૪ લાખનો મુદ્દામાલ કબજે


SHARE







માળીયા (મી)ના વિરવિદરકા ગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે એક પકડાયો: ૩.૦૪ લાખનો મુદ્દામાલ કબજે

માળીયા તાલુકાના વિર વિદરકા ગામના પાટિયા પાસેથી પસાર થતી ટવેરા કારને રોકીને પોલીસ ચેક કરી હતી ત્યારે તે કારમાંથી ૨૦૦ લિટર દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે હાલમાં દારૂ અને કાર મળીને ૩.૦૪ લાખનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરે છે અને બે શખ્સોને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.

 જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા તાલુકાના વિર વિદરકા ગામના પાટિયા પાસેથી ટાવેરા કાર નંબર જીજે ૩ ઝેડ ૯૫૫૯ પસાર થઈ રહી હતી ત્યારે તે કારને રોકીને પોલીસી ચેક કરતા કારમાંથી ૨૦૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ચાર હજાર રૂપિયાની કિંમતનો દારૂ અને ત્રણ લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૩.૦૪ ના મુદ્દામાલ સાથે રાજુભાઈ હિતેશભાઈ રબારી (ઉંમર ૨૩) રહે. નવલખી રોડ રણછોડનગર મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી પોલીસને મળેલી માહિતી મુજબ આ દારૂનો જથ્થો તેને માળીયાના નવાગામે રહેતા ઇમરાન રાયબભાઈ જેડાએ ભરી આપ્યો હતો અને જુસબ હબીબ જામ રહે. વેજીટેબલ રોડ મોરબી વાળાને આપવાનો હતો તે બંને સહિત કુલ ત્રણ શખ્સોની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલ છે અને હાલમાં બે આરોપીઓને પકડવા માટે થઈને પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવેલ છે.

વૃદ્ધા સારવારમાં

મોરબીના માધાપર વિસ્તારમાં આવેલ શેરી નંબર ૧૧ માં રહેતા નયનાબેન જીતેન્દ્રભાઈ ગોહિલ નામના ૬૦ વર્ષીય વૃદ્ધ મહિલા માર્કેટ જતા હતા ત્યારે રામજી મંદિર પાસે તેઓ બાઇકમાંથી નીચે પડી જતા ઇજાગ્રસ્ત નયનાબેન ગોહિલને સારવાર માટે ખસેડાયા હતા.જયારે હળવદના રાતાભેર ગામે રહેતી સોનલબેન પ્રતાપસિંહ ચૌહાણ નામની ૩૬ વર્ષીય મહિલાએ વાડી વિસ્તારમાં કોઇ કારણોસર ઝેરી દવા પી લેતાં તેને અહીંની મંગલમ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાઇ હતી બનાવને પગલે એ ડિવિઝનના એચ.એમ.ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને હળવદ પોલીસને જાણ કરી હતી.




Latest News