મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

ટંકારમાં કોલસાની હેરફેરી સમયે છેતરપિંડી કરનારા આરોપીની ધરપકડ


SHARE













ટંકારમાં કોલસાની હેરફેરી સમયે છેતરપિંડી કરનારા આરોપીની ધરપકડ

મોરબી જીલ્લામાં ઓસ્ટ્રેલિયાથી ઈમ્પોર્ટ કરાયેલા કોલસાની હેરફેરી સમયે તેમાથી કોલસો કાઢીને પાણી નાખીને છેતરપિંડી કરવામાં આવતી હતી જે ગુનામાં પોલીસે હાલમાં આ એક આરોપીની ધરપકડ કરેલ છે.

વર્ષ ૨૦૧૯ માં ગાંધીધામના હર્ષકુમાર ભવનકુમાર મોરેએ ટંકારા પોલીસ મથકે ચાર શખ્સોની સામે નામ જોગ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે અગાઉ અમુક આરોપીઓને ઝડપી લીધા હતા અને આ ગુનામાં હાલમાં એસસીબી પોલીસ સ્ટાફના વિક્રમસિંહ બોરાણા તથા ભગીરથસિંહ ઝાલાને મળેલ બાતમીને આધારે સાડા ત્રણેક વર્ષથી નાસતા ફરતા આરોપી કલ્યાણખાન અકબરખાન પઠાણ (ઉંમર ૩૩) રહે.બસંતી કી ઢાણી ઉદાસીયા, તાલુકો ચોહટન રાજસ્થાન વાળાને મોરબીના અણીયારી ટોલનાકા પાસેથી ઝડપી લીધેલ છે અત્રે ઉલેખનીય છે કે, ગાંધીધામ ખાતે ઓસ્ટ્રેલિયન કોલસો આયાત થાય છે.આ કોલસાને ગાડીમાં ભરીને જુદાજુદા સેંન્ટરોમાં રવાના કરવામાં આવે છે ત્યારે અમુક ટ્રક ડ્રાઇવરો રસ્તામાં ટંકારા નજીક ટ્રકમાંથી કોલસો કાઢી લઇને તેમાં પાણી નાંખીને વજન કરી દેતા હતા અને આમ કરીને છેતરપિંડી આચરવામાં આવતી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વજેપર શેરી નંબર ૧૦ માં રહેતા ખીમજીભાઈ આંબાભાઈ કપુરીયા નામના ૬૮ વર્ષીય આધેડને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી સારવારમાં અત્રેની સદભાવના હોસ્પિટલ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે. જ્યારે મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલ પંચાસિયા ગામે જુનૈદ ઈસ્માઈલભાઈ સેરશીયા નામનો ૧૪ વર્ષીય સગીર બાઈકના પાછળના ભાગે બેસીને જતો હતો ત્યાં રસ્તામાં નિચે પડી જતા ઇજાગ્રસ્ત જુનૈદને સારવારમાં મોરબી લવાયો હતો.જ્યારે મોરબીના રેવા ટાઉનશીપ વિસ્તારમાં રહેતા વિજયાબેન નવીનભાઈ વડાવીયા નામના ૬૧ વર્ષીય વૃદ્ધા શનાળા-ઘુનડા રોડ ઉપર બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે રસ્તામાં નીચે પડી જવાથી વિજયાબેન વડાવીયાને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.




Latest News