ટંકારમાં કોલસાની હેરફેરી સમયે છેતરપિંડી કરનારા આરોપીની ધરપકડ
માળીયા (મી)ના વિરવિદરકા ગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે એક પકડાયો: ૩.૦૪ લાખનો મુદ્દામાલ કબજે
SHARE









માળીયા (મી)ના વિરવિદરકા ગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે એક પકડાયો: ૩.૦૪ લાખનો મુદ્દામાલ કબજે
માળીયા તાલુકાના વિર વિદરકા ગામના પાટિયા પાસેથી પસાર થતી ટવેરા કારને રોકીને પોલીસ ચેક કરી હતી ત્યારે તે કારમાંથી ૨૦૦ લિટર દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે હાલમાં દારૂ અને કાર મળીને ૩.૦૪ લાખનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરે છે અને બે શખ્સોને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.
જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા તાલુકાના વિર વિદરકા ગામના પાટિયા પાસેથી ટાવેરા કાર નંબર જીજે ૩ ઝેડ ૯૫૫૯ પસાર થઈ રહી હતી ત્યારે તે કારને રોકીને પોલીસી ચેક કરતા કારમાંથી ૨૦૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ચાર હજાર રૂપિયાની કિંમતનો દારૂ અને ત્રણ લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૩.૦૪ ના મુદ્દામાલ સાથે રાજુભાઈ હિતેશભાઈ રબારી (ઉંમર ૨૩) રહે. નવલખી રોડ રણછોડનગર મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી પોલીસને મળેલી માહિતી મુજબ આ દારૂનો જથ્થો તેને માળીયાના નવાગામે રહેતા ઇમરાન રાયબભાઈ જેડાએ ભરી આપ્યો હતો અને જુસબ હબીબ જામ રહે. વેજીટેબલ રોડ મોરબી વાળાને આપવાનો હતો તે બંને સહિત કુલ ત્રણ શખ્સોની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલ છે અને હાલમાં બે આરોપીઓને પકડવા માટે થઈને પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવેલ છે.
વૃદ્ધા સારવારમાં
મોરબીના માધાપર વિસ્તારમાં આવેલ શેરી નંબર ૧૧ માં રહેતા નયનાબેન જીતેન્દ્રભાઈ ગોહિલ નામના ૬૦ વર્ષીય વૃદ્ધ મહિલા માર્કેટ જતા હતા ત્યારે રામજી મંદિર પાસે તેઓ બાઇકમાંથી નીચે પડી જતા ઇજાગ્રસ્ત નયનાબેન ગોહિલને સારવાર માટે ખસેડાયા હતા.જયારે હળવદના રાતાભેર ગામે રહેતી સોનલબેન પ્રતાપસિંહ ચૌહાણ નામની ૩૬ વર્ષીય મહિલાએ વાડી વિસ્તારમાં કોઇ કારણોસર ઝેરી દવા પી લેતાં તેને અહીંની મંગલમ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાઇ હતી બનાવને પગલે એ ડિવિઝનના એચ.એમ.ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને હળવદ પોલીસને જાણ કરી હતી.
