મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ઉભરાતી ગટરના પાણીમાં દારૂની બોટલ !, પાલિકા-પોલીસની કામગીરી શંકાસ્પદ: રમેશ રબારી


SHARE







મોરબીમાં ઉભરાતી ગટરના પાણીમાં દારૂની બોટલ !, પાલિકા-પોલીસની કામગીરી શંકાસ્પદ: રમેશ રબારી

મોરબી પાલિકામાં ભાજપ સત્તા ઉપર છે અને પ્રાથમિક સુવિધા આપવામાં ભાજપ નિષ્ફળ ગયેલ છે. એટલા જ માટે આજે મોરબીમાં અનેક વિસ્તારમાં ઉભરાતી ગટરનાના ગંદા પાણી રોડ ઉપર જોવા મળે છે અને ઉભરાતી ગટરના પાણીમાં કચરા સાથે દારૂની બોટલો પણ જોવા મળી રહી છે ત્યારે પાલિકા અને પોલીસ બંનેની કામગીરી સામે કોંગ્રેસનાં આગેવાન રમેશભાઈ રબારીએ સવાલ ઊભો કર્યો છે અને પાલિકાનું નિર્ભર તંત્ર લોકોને પડતી હાલાકી દૂર કરે તેવી માંગ કરેલ છે

મોરબી પાલિકામાં અવાર નવાર ચિત્રકૂટ સિનેમા પાસે ગટર ઉભરાઇ છે તેના માટે રજૂઆત કરવામાં આવેલ છે તો પણ ઘણા સમયથી ત્યાં ગટર ઉભરાઇ છે અને તેના લીધે રસ્તો પણ ખરાબ થાય છે આટલું જ નહિ લોકોને અવાર જવારમાં પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે ભાજપ શાસિત નગરપાલિકાના અઘિકારી અને પદાધિકારીને ઉભરાતી ગટરના ગંદા પાણી અને તૂટેલા રોડ રસ્તા દેખાતા નથી તેવો સવાલ ગુજરાત પ્રદેશ માલધારી સેલ ના પૂર્વ ઉપપ્રમુખ અને કોંગ્રેસનાં આગેવાન રમેશભાઈ રબારીએ કર્યો છે અને આ ઉભરાતી ગટરના ગંદા પાણીમાંથી દારૂની ખાલી બોટલો પણ મળી આવી છે ત્યારે મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં દારૂનું વેચાણ કરવામાં આવે છે તેવી વાતો તો કરવામાં આવતી જ હોય છે ત્યારે શહેરના મુખ્યમાર્ગ ઉપર ઉભરાતી ગટરના ગંદા પાણી દારૂની ખાલી બોટલો ફેંકવામાં આવી છે જેથી કરીને પોલીસને પણ જાણે દારૂડિયા રોક શકો તો રોક લો ની જેમ પડકાર ફેંકતા હોય તેવો ઘાટ સર્જાયો છે જેથી કરીને પોલીસ અને પાલિકા બંનેની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે તે બંને વિભાગ તેના અસ્તિત્વનો પુરાવો આપશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે






Latest News