મોરબીમાં ભણતરના ભારથી ઝેરી દવા પી જતાં વિદ્યાર્થીની રાજકોટ ખસેડાઇ
મોરબીના માળીયા ફાટક પાસે ખરાબાની જગ્યામાં મંદિરની નીચે ઓફીસ બનાવી કરાયેલ દબાણ મુદદે રાવ
SHARE









મોરબીના માળીયા ફાટક પાસે ખરાબાની જગ્યામાં મંદિરની નીચે ઓફીસ બનાવી કરાયેલ દબાણ મુદદે રાવ
મોરબીમા આડેધળ જમીન દબાણ થાય છે તો પણ સ્થાનીક એજન્સી તરીકે નગરપાલિકા કેમ ચુપ રહે છે..? અને તે પગલા ન લેતી હોય તો સીટી મામલતદાર તેમજ કલેકટર વિભાગ પણ છે.છતાં છેવાડાના વિસ્તારો જ નહીં સીટીની સોસાયટીઓ તેમજ મુખ્ય બજારમાં ગેરકાયદેસર દુકાનો ખડકી દેવામાં આવેલ છે.તે રીતે જ મોરબીના સામાકાંઠે માળીયા ફાટક પાસે સર્કીટ હાઉસની સામે જ આવેલ રેતીના ગેરકાયદેસર સટ્ટા કરીને ત્યાં જે વરસાદી પાણીના નીકાલ માટેના વોંકળો છે તેમાં ભરતીઓ ભરીને દુકાનો,રેકડીઓ તેમજ ભંગારના ડેલા ખડકી દેવાયા છે.જયારે રેતીના સટ્ટાની પાછળ વેલનાથ મંદિર બનાવાયેલ છે.ભુગર ગટરતેમજ વોંકડાઓ ઉપર કબ્જો જમાવીને ઉપર મંદિર બનાવીને તેની નીચે આલીશાન ઓફીસ બનાવી લેવાયલ છે તેવો આક્ષેપ જાગૃત નાગરીક દ્રારા કરાઇ રહ્યો છે.આવા ગેરકાયદેસર દબાણો અનેક જગ્યાએ છે તેને પાલીકા સહીત સંલગ્ન વિભાગ દુર કેમ નથી કરાતા..? મોરબી નગરપાલિકામાં નવા ચીફ ઓફિસર આવ્યા તો પણ કોઇ નવી ઉડીને આંખે વળગે તેવી નકકર કાર્યવાહી કેમ નથી થતી..? મોરબીના માળિયા ફાટક પાસે ખરાબામાં બાંધકામ કરીને ઓફીસ બની ગયેલ છે ત્યારે જો પાલીકા તરફથી યોગ્ય પગલા નહીં લેવામાં આવે તો આ મુદદે ગાંધીનગર ખાતે મહેસુલ વિભાગમાં પણ રજૂઆત કરવામાં આવશે તેવી ચીમકી અહીંના એક જાગૃત નાગરિકે ઉચ્ચારેલ છે.
