મોરબીના માળીયા ફાટક પાસે ખરાબાની જગ્યામાં મંદિરની નીચે ઓફીસ બનાવી કરાયેલ દબાણ મુદદે રાવ
મોરબી બ્રહ્માકુમારી સંસ્થા ખાતે શિવરાત્રી નિમિત્તે પ્રવચન યોજાયું
SHARE









મોરબી બ્રહ્માકુમારી સંસ્થા ખાતે શિવરાત્રી નિમિત્તે પ્રવચન યોજાયું
મહાશિવરાત્રીનાં પાવનપર્વ નિમિત્તે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય સરદારબાગ પાસે પ્રભુ મિલન હોલ મોરબી મુકામે સવારે છ વાગ્યે સાંસદ મોહનભાઈ કુંડારિયા, આદરણીય બ્ર.કુ.ચંદ્રિકાબેન તથા અન્ય સમર્પિત બહેનોએ હાજરી આપી હતી તથા પર્વ નિમિત્તે પરમપિતા પરમાત્મા શિવબાબાનો ઝંડો લહેરાવામાં આવ્યો હતો.ઝંડો લહેરાવ્યા બાદ વિશ્વમાં સુખ, શાંતિ અને સદભાવના જળવાઈ રહે અને એક સુખદ સંસારની સ્થાપના થાય તેવા હેતુથી હાજર રહેલા આશરે ૭૦૦ જેટલા ભાઈ-બહેનો દ્રારા પ્રતિજ્ઞા લેવામાં આવેલ અને ત્યારબાદ પરમપિતા પરમાત્મા શિવ દ્વારા અપાયેલ જ્ઞાન તથા રાજયોગ શીખવાનો લાભ મોરબીની ધર્મપ્રેમી જનતાએ લીધોતો.આ નિમિત્તે રાજયોગી બ્રહ્માકુમારી ચંદ્રિકાબહેનએ શિવરાત્રીનું મહત્વ સમજાવીને જણાવેલ કે પરમપિતા પરમાત્મા શિવ આ ધરા ઉપર આવી સતયુગી નવી દુનિયાની સ્થાપનાનું કાર્ય આપણા દ્વારા કરાવી રહ્યા છે.આ અદભૂત પ્રવચનનો લાભ મોરબીની જનતાએ મેળવ્યો હતો.
