મોરબી બ્રહ્માકુમારી સંસ્થા ખાતે શિવરાત્રી નિમિત્તે પ્રવચન યોજાયું
મોરબીમાં અબોલ જીવોની સેવા થકી યોજાયો ભોલેનાથનો ભંડારો
SHARE









મોરબીમાં અબોલ જીવોની સેવા થકી યોજાયો ભોલેનાથનો ભંડારો
મોરબીના પર્યાવરણ પરિવારના સભ્ય વિપુલભાઈ કડીવાર અને સાગરભાઈ કડીવાર દ્વારા અબોલ જીવો માટે શિવરાત્રી નિમિતે ભંડારો યોજવામાં આવ્યો હતો.હર જીવમાં શિવ હૈ..તેમ સમજીને મહાશિવરાત્રીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.જેમા શીવલીંગની રંગોળી બનાવીને કીડીયારું પુરવામાં આવ્યુ હતુ. ૫૧ નાળીયેરમાં કીડીયારૂ ભરીને અલગ અલગ ૫૧ જગ્યાઓએ જંગલ વિસ્તાર જેવા જમીનમાં ખાડા ખોદીને તે નાળીયેર ત્યાં દાટીને બાવળ અને બોરડીના ઝુંડમાં પણ મુકાયા હતા જેથી કરીનએ ૫૧ હજાર જેટલા નાના જીવોને ખોરાક મળતો રહે અને આ રીતે સૌ સાથે મળીને કિડીયારૂ પુરીએ કે અન્ય કોઇ જીવ સેવાનું કામ કરીને આપણા સંસ્કૃતિક મુલ્યો જાળવીએ તેવી અપીલ પણ કરવામાં આવી હતી.
