મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબી બ્રહ્માકુમારી સંસ્થા ખાતે શિવરાત્રી નિમિત્તે પ્રવચન યોજાયું


SHARE







મોરબી બ્રહ્માકુમારી સંસ્થા ખાતે શિવરાત્રી નિમિત્તે પ્રવચન યોજાયું

મહાશિવરાત્રીનાં પાવનપર્વ  નિમિત્તે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય સરદારબાગ પાસે પ્રભુ મિલન હોલ મોરબી મુકામે સવારે છ વાગ્યે સાંસદ મોહનભાઈ કુંડારિયા, આદરણીય બ્ર.કુ.ચંદ્રિકાબેન તથા અન્ય સમર્પિત બહેનોએ હાજરી આપી હતી તથા પર્વ નિમિત્તે પરમપિતા પરમાત્મા શિવબાબાનો ઝંડો લહેરાવામાં આવ્યો હતો.ઝંડો લહેરાવ્યા બાદ વિશ્વમાં સુખ, શાંતિ અને સદભાવના જળવાઈ રહે અને એક સુખદ સંસારની સ્થાપના થાય તેવા હેતુથી હાજર રહેલા આશરે ૭૦૦ જેટલા ભાઈ-બહેનો દ્રારા પ્રતિજ્ઞા લેવામાં આવેલ અને ત્યારબાદ પરમપિતા પરમાત્મા શિવ દ્વારા અપાયેલ જ્ઞાન તથા રાજયોગ શીખવાનો લાભ મોરબીની ધર્મપ્રેમી જનતાએ લીધોતો.આ નિમિત્તે રાજયોગી બ્રહ્માકુમારી ચંદ્રિકાબહેનએ શિવરાત્રીનું મહત્વ સમજાવીને જણાવેલ કે પરમપિતા પરમાત્મા શિવ આ ધરા ઉપર આવી સતયુગી નવી દુનિયાની સ્થાપનાનું કાર્ય આપણા દ્વારા કરાવી રહ્યા છે.આ અદભૂત પ્રવચનનો લાભ મોરબીની જનતાએ મેળવ્યો હતો.






Latest News