રાજકોટની જેલમાંથી પેરોલ રજા ઉપર છૂટીને ફરાર થયેલ આરોપીને મોરબી પેરોલ ફર્લોની ટીમે દબોચ્યો
SHARE









રાજકોટની જેલમાંથી પેરોલ રજા ઉપર છૂટીને ફરાર થયેલ આરોપીને મોરબી પેરોલ ફર્લોની ટીમે દબોચ્યો
ભાવનગર ખુન કેસમાં રાજકોટ જિલ્લા જેલમાં આજીવન કેદની સજા કાપતા પાકા કામના કેદીને ફર્લોરજા મળી હતી અને તે છેલ્લા ત્રણેક માસથી ફરાર હતો જે કેદીને મોરબી પેરોલ ફર્લો એલ.સી.બી.ની ટીમે પકડી પાડીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબી એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન વિક્રમસિંહ બોરાણા અને સહદેવસિંહ જાડેજાને સયુકત બાતમી મળી હતી જેના આધારે પાકા કામના કેદી નં. ૪૭૩૦૩ સોયેબ હૈદર જેડા જાતે મીયાણા (ઉ.૩૧) રહે. કુંભારવાડા, નારીરોડ, હાઉસીંગબોર્ડ કવાટર નંબર -૩૧૮ ભાવનગર વાળો ભાવનગર ડી. ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સને ૨૦૧૧ ના વર્ષમાં ખુનના ગુનામાં સંડોવાયેલ હોય જે આરોપીને ભાવનગરની કોર્ટે ૨૦૧૫માં આજીવન કેદની સજા કરેલ છે આ આરોપીને ૨૦૧૫ થી રાજકોટ જિલ્લા જેલમાં હતો અને તા.૨૪/૧૧/૨૦૨૧ થી ૧૪ દિન ની ફર્લોરજા ઉપર છુટેલ હતો જો કે, તા ૯/૧૨/૨૦૨૧ નારોજ જિલ્લા જેલ રાજકોટ ખાતે હાજર ન થઈને ફર્લોરજા ઉપરથી ફરાર થયેલ હતો જે આરોપી માળીયા મી. તાલુકાના ખીરઇ ગામે હોય જેને ખીરઇ ગામેથી પકડી હસ્તગત કરી રાજકોટ જિલ્લા જેલ ખાતે આગળની સજા કાપવા મોકલી આપવામાં આવેલ છે.
