મોરબી જિલ્લામાં હથિયારબંધી તથા લોકોને ભેગા થવા પર પ્રતિબંધ મુક્તા જાહેરનામા પ્રસિધ્ધ
મોરબી જિલ્લામાં બોર્ડના વિદ્યાર્થીઓને હાઉ નહીં, હળવાશનું વાતાવરણ આપો: ડો.મનીષ સનારીયા
SHARE









મોરબી જિલ્લામાં બોર્ડના વિદ્યાર્થીઓને હાઉ નહીં, હળવાશનું વાતાવરણ આપો: ડો.મનીષ સનારીયા
આગામી દિવસોમાં ધો. ૧૦ અને ૧૨ ની પરીક્ષા શરૂ થઇ રહી છે ત્યારે પરીક્ષા નજીક આવતી જાય તેમ વિદ્યાર્થીઓનું ટેન્શન વધતું જતું હોય છે. અને ઘણી વખત તો પરીક્ષા આપ્યા પહેલા જ પરિણામની ચિંતા શરૂ થઈ જાય છે જેથી કરીને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ બાળકો તથા દાંતની સ્પર્શ હોસ્પિટલ વાળા ડો.મનીષ એ. સનારીયાએ કેટલાક મહત્વના સૂચનો કરેલ છે
તેમણે કહ્યું છેકે, પરીક્ષાનો બિનજરૂરી હાઉ વિદ્યાર્થીઓએ ઉભો કરવો નહિ. અને વાલીઓએ પણ તેના બાળકને સતત પ્રોત્સાહિત કરવા જોઈએ અને કોઈપણ વિદ્યાર્થીએ બિનજરૂરી પરિક્ષાને લઈને સ્પર્ધામાં ઉતરવું નહિ કેમ કે દરેકની યાદશક્તિ સમાન હોતી નથી એટલા જ માટે દરેકના માર્ક એક સમાન આવતા નથી અને વધારે પડતો આત્મવિશ્વાસ રાખવાના બદલે આપણામાં જેટલી ક્ષમતા છે એટલી જ અપેક્ષા રાખવી અને છેલ્લા દિવસોમા તેમજ પરીક્ષા સમયે નકારાત્મક વિચારોથી દૂર રહેવું જોઈએ અને પરીક્ષાનું ટેન્શન લેવાનું નહીં અને પૂરતી ઉંઘ કરી લેવાની છે કેમ કે, આખા વર્ષ દરમ્યાન જે મહેનત કરેલી છે ત્યાર બાદ બિનજરૂરી ઉજાગરા કરવાની જરૂર નથી અને જે પેપર આપવાનું હોય તેની જો આયોજન પૂર્વક તૈયારી કરવામાં આવે તો તેમાં ધાર્યું પરિણામ મેળવી શકાય છે
સામાન્ય રીતે વાલીઓ બીજા હોશિયાર વિદ્યાર્થી સાથે તેના સંતાનની સરખામણી કરે છે અને પોતાન સંતાનને ટકા લાવવા માટે ખોટા લક્ષ્યાંકો આપે છે જો કોઈ લક્ષ્યાંક તમારા સંતાનને બાહી આપો તો પણ તે સારું જ પરિણામ લાવશે તેવો વિચાર વાલીઓએ કરવાની જરૂર છે અને વાલીઓએ પોતાના સપનાનો ભાર સંતાનો ઉપર થોપોની કોઈ જરૂર નથી કેમ કે, તમે જે હાંસલ કરી શકયા નથી, તે તમારા પુત્ર પાસે હાંસલ કરાવવા દબાણ કરો નહિ. અને પરીક્ષા આપવા માટે જતાં વિદ્યાર્થીઓને કોઈપણ રીતે ડર લાગે તેવી વાત કરવી જોઈએ નહીં અને પરિક્ષાને તે પણ હળવાશથી લઈ શકે તેવું વાતાવરણ ઘરમાં ઊભું કરવું જોઈએ
