મોરબી જિલ્લામાં બોર્ડના વિદ્યાર્થીઓને હાઉ નહીં, હળવાશનું વાતાવરણ આપો: ડો.મનીષ સનારીયા
ઉનાળામાં ડાયાબિટીઝના દરદીએ કઈ બાબતે સાવચેત રહેવું જરૂરી ?
SHARE









ઉનાળામાં ડાયાબિટીઝના દરદીએ કઈ બાબતે સાવચેત રહેવું જરૂરી ?
સામાન્ય રીતે ડાયાબિટીઝના દરદીએ પોતાનું વિશેષ ધ્યાન રાખવું પડે છે કેમ કે, સીઝનમાં આવેલો બદલાવ તેમના માટે ભારે પડી શકે છે ત્યારે ઉનાળામાં ડાયાબિટીઝના દરદીએ કઈ બાબતે સાવચેત રહેવું જરૂરી છે તે જાણવા જેવુ છે
ઉનાળાની ગરમી દરેક વ્યક્તિને અસર કરે છે, પરંતુ ડાયાબિટીઝના દરદીને વધુ કાળજી રાખવી જરૂરી છે. જો, ડાયાબિટીઝ હોય તો ગરમીને લીધે પ્રોબ્લેમ્સ આવી શકે છે. ખાસ કરીને માર્ચ મહિનામાં સખત ગરમી ચાલુ થાય છે અને જૂનથી જુલાઈ સુધીમાં વરસાદ શરૂ થાય ત્યાં સુધી કાળજી રાખવી જ પડે છે જો બેદરકારી રાખવામા આવે તો કયા-કયા પ્રોબ્લેમ્સ થઈ શકે છે ?
ડીહાઇડ્રેશન
ગરમીમાં શરીરમાંથી પાણી નોર્મલ લોકો કરતાં વધારે માત્રામાં ઓછું થતું હોય છે. વારંવાર યુરિન પાસ થવું, વધુ પરસેવો વાળવો વિગેરે કારણોસર ડીહાઇડ્રેશન થાય છે. એક સામાન્ય વ્યક્તિ કરતાં એક ડાયાબિટીઝના દરદીને ડીહાઇડ્રેશન થવાનું રિસ્ક ઘણું વધારે રહે છે અને તેઓ ઉનાળામાં ડીહાયડ્રેશનનો કોઈ ભોગ બને તો તેમની કિડની પર અસર થઈ શકે છે
હાઇપોગ્લાઇસેમિયા
ગરમીના સમયમાં એનર્જી ખૂબ વપરાય છે. એટલે શુગર વધુ વપરાય તો ઓછી થઈ જાય અને આમ પણ ડાયાબિટીઝના દરદીઓ દવાઓ લઈ રહ્યા હોય છે, જેને લીધે શુગર ઓછી રહે છે ઘણી વાર અચાનક જ શુગર ખૂબ જ ઝડપી નીચે જતી રહે છે, જેને હાઇપોગ્લાઇસેમિયા કહે છે.
પગની સંભાળ
ડાયાબિટીઝના દરદીઓ, જેમને પેરિફેરલ ન્યુરોપીની તકલીફ છે તેમણે ઉનાળા દરમ્યાન તેમના પગની ખાસ સંભાળ રાખવી જોઈએ. અને ખુલ્લા પગે ગરમ સપાટી પર ચાલવાની ભૂલ ન કરવી જોઈએ અને જો ચાલવું પડે તો કોટનનાં મોજાં પહેરી લેવાં જોઈએ જેમને પગમાં ખૂબ પરસેવો વળતો હોય તેમણે ઑફિસમાં ચંપલ પહેરવાં જોઈએ
શું ખાવું અને પીવું જોઈએ
૧. હાઇડ્રેશન માટે ફ્રૂટ જૂસને બદલે પાણીદાર ફળો જેમાં તરબૂચ, ટેટી વિગેરેનો ઉપયોગ કરી શકાય
૨. લીંબુ પાણી પીવો પરંતુ લીંબુ શરબત નહીં, લીંબુ અને મીઠું નાંખેલું પાણી, છાશ અને નાળિયેરપાણી પી શકાય
