મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીમાં વેરાની વ્યાજની માફીથી પાલિકાની આવકમાં ૧૩ કરોડનું ગાબડું પાડવાના સંકેત ! : ૫૫૦૦૦ આસામીઓએ નથી ભર્યો વેરો


SHARE

















 

મોરબીમાં વેરાની વ્યાજની માફીથી પાલિકાની આવકમાં ૧૩ કરોડનું ગાબડું પાડવાના સંકેત ! : ૫૫૦૦૦ આસામીઓએ નથી ભર્યો વેરો

મોરબીના જુદા જુદા વિસ્તારમાં રહેણાક અને કોમર્શિયલ મિલકત ધરાવતા ઘણા મિલકત ધારકો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી મોરબી નગરપાલિકામાં ટેક્સના નામે એક ફદિયું ભરવામાં આવેલ નથી અને તેના બાકી વેરા ઉપર અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનું વ્યાજ ચડી ગયું છે ત્યારે સરકાર દ્વારા જે ટેકસમાં ચડી ગયેલા વ્યાજની માફી કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે તેનાથી મોરબી પાલિકાને અંદાજે ૧૩ કરોડથી વધુનો ફટકો પડે તેવી શક્યતાઓ છે જોકે આગામી ૩૧મી માર્ચ સુધી વ્યાજ માફીની સમય મર્યાદા હોય ત્યાં સુધીમાં જે લોકો દ્વારા પોતાનો બાકી વેરો પાલિકાની તિજોરીમાં જમા કરાવવામાં આવશે તેને વ્યાજ માફીની સ્કીમનો લાભ મળશે અને હાલમાં જેટલા પણ બાકીદારોને વ્યાજ માફીની સ્કીમનો લાભ આપવામાં આવશે અને જે વ્યાજની રકમ પાલિકામાં જમાના નહીં થાય તે સરકાર દ્વારા સરભર કરવામાં આવશે કે કેમ તે હજુ આવઢવ છે.

રાજ્યના મુખ્યમંત્રી દ્વારા મિલકતના બાકી વેરાની રકમ વહેલી તકે સરકારી તિજોરીમાં જમા થાય તે માટે થઈને થોડા સમય પહેલા વેરા ઉપર ચડી ગયેલા વ્યાજની માફીની જાહેરાત કરતો હુકમ કરવામાં આવ્યો હતો અને તેના અમલવારી હવે શરૂ થવા જઈ રહી છે ત્યારે જો વાત કરીએ મોરબી નગરપાલિકાની તો મોરબી નગરપાલિકાના વિસ્તારની અંદર મિલકત ધરાવતા અનેક આસામીઓએ પોતાનો મિલકતવેરો છેલ્લા ઘણા વર્ષોથી પાલિકામાં ભર્યો નથી અને તેના ઉપર દર વર્ષે ૧૮ ટકા વ્યાજની રકમ ચડતી જાય છે તેમ છતાં પણ તે લોકો પોતાની મિલકતનો બાકી વેરો જમા કરાવતા નથી જેથી મુદ્દલ રકમ ઉપર સતત વ્યાજની રકમ ચડતી હોવાથી આજની તારીખે મોરબીમાંથી કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલ કરવાનો બાકી છે તેવા સમયે સરકાર દ્વારા જે વ્યાજ માફીની જાહેરાત કરવામાં આવેલ છે તેના કારણે વર્ષોથી ટેસ્ટ નહીં ભરનારા મિલકત ધારકોને મોટો ફાયદો થશે પરંતુ પાલિકાની તિજોરીને કરોડો રૂપિયાનો ફટકો પડશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.


મોરબી પાલિકાના વર્તુળો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી પાલિકાની હદમાં રહેણાક અને કોમર્શિયલ હેતુની કુલ મળીને ૭૭ હજાર કરતાં વધુ મિલકતો આવેલી છે અને આ મિલકત ધારકો પાસેથી કુલ મળીને નાણાકીય વર્ષ દરમિયાન મોરબી પાલિકાના ટેક્સ વિભાગને ૨૯.૮૦ કરોડ રૂપિયાનું માંગણું વસૂલ કરવાનું હતું જોકે ૧૧ મહિના પૂરા થઈ ગયા છે ત્યાં સુધીમાં ૨૧,૯૬૬ મિલકત ધારકોએ પોતાની મિલકતનો વેરો પાલિકાની તિજોરીમાં જમા કરાવ્યો છે જેથી પાલિકામાં ૯.૨૩ કરોડ રૂપિયાની આવક થયેલ છે જો કે, બાકીની વસુલાત અને ચાલુ વર્ષનો લક્ષ્યાંક એક મહિના દરમિયાન પૂરો થાય તેવી કોઈ આશા કે અપેક્ષા પાલિકાને હતી નહીં તેવા સમયે સરકાર દ્વારા જે વ્યાજ માફીની જાહેરાત કરવામાં આવી છે તેના લીધે વ્યાજ માફીનો લાભ લેવા માટે થઈને મિલકત ધારકો કે જેણે વર્ષોથી મોરબી પાલિકામાં પોતાની મિલકતનો વેરો જમા કરાવ્યો નથી તેઓ પોતાનો વેરો જમા કરાવે તેના કારણે પાલિકાની તિજોરીમાં આવક થાય અને ચાલુ વર્ષનો લક્ષ્યાંક પૂરો થાય તેવા સંકેતો મળી રહ્યા છે પરંતુ વેરાની આવક અને વ્યાજ માફીના લીધે પાલિકાને કેટલું નુકસાન થશે તે પણ સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે.

સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી પાલિકા દ્વારા વર્ષ ૨૦૦૮-૦૯ થી જે મિલકત ધારકો પોતાની મિલકતનો વેરો નિયમિત રીતે પાલિકાની તિજોરીમાં જમા ન કરાવતા હોય તેમના બાકી વેરા ઉપર દર વર્ષે ૧૮ ટકા લેખે વ્યાજ વસૂલ કરવા માટે નક્કી કરવામાં આવ્યું હતું અને ૨૦૦૮-૦૯ થી બાકી વેરા ઉપર વ્યાજ ગણવાની શરૂઆત કરવામાં આવેલ છે અને આજે વર્ષ ૨૦૨૨ સુધીમાં અનેક લોકો એવા છે કે જેમણે પોતાની મિલકતનો વેરો પાલિકામાં જમા કરાવ્યો નથી જેથી તેમની મિલકતના ટેક્સની બાકી કરતાં તો વ્યાજની રકમ વધી જાય છે તેવા સમયે સરકાર દ્વારા જે વ્યાજ માફીની જાહેરાત કરવામાં આવી છે તેના કારણે મોરબી પાલિકાને કુલ મળીને ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ૨૯.૮૦ કરોડ રૂપિયાની વસૂલાત કરવાની થાય છે તેમાંથી લગભગ વ્યાજની રકમ ૧૩ કરોડ કરતાં વધુનો ફટકો પડે તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે જોકે જે બાકીદારોના બાકી વેરા ઉપર હાલમાં તોતિંગ વ્યાજ ચડી ગયું છે તે લોકો ૩૧મી માર્ચ સુધીમાં પોતાની મિલકત વેરો સરકારી તિજોરીમાં જમા કરાવશે તો જ તેને સરકારે જાહેર કરેલ વ્યાજ માફીની સ્કીમનો લાભ મળવાનો છે.

પ્રમાણિક કરદાતાઓને શું સમજવાનું ?: સરકારની નીતિ સામે સવાલ

મોરબી નગરપાલિકા દ્વારા દર વર્ષે એપ્રિલ મહિનામાં જ્યારે નાણાકીય વર્ષની શરૂઆતથી ૬ મહિના સુધી પ્રમાણિક કરદાતાઓને હાઉસ ટેક્સ ઉપર ૧૦ ટકા રીબેટ આપવામાં આવે છે જે મામૂલી રિબેટ છે તેવું કહીએ તો જરાપણ અતિશકતી નથી કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી જે મિલકત ધારકોએ પોતાની મિલકતનો નિયમિત રીતે વેરો પાલિકાની તિજોરીમાં જમા કરાવ્યો નથી અને પાલિકામાં જમા કરાવવાના થતા લાખો રૂપિયા તેઓએ પોતાના અંગત લાભ માટે વાપરીયા અને ત્યારબાદ તે રકમ ઉપર વ્યાજ ચડી ગયું હતું તે વ્યાજની રકમને આકાર પગલાં લઈને સરકાર દ્વારા વસૂલ કરવાના બદલે તેને માંડવાળ કરવા માટે થઈને હાલમાં વ્યાજ માફીની સ્કીમ અમલમાં મુકવામાં આવી છે ત્યારે નિયમિત રીતે જે કરદાતાઓ પોતાની મિલકતનો વેરો પાલિકાની તિજોરીમાં અથવા તો સરકારની તિજોરીમાં જમા કરાવે છે તેને જો સરકાર દ્વારા સારી સ્કીમ આપવામાં આવે તો અન્ય લોકોને પણ તેમાંથી નિયમિત રીતે વેરા ભરવા માટેની પ્રેરણા અને પ્રોત્સાહન મળશે પરંતુ આવી રીતે દસ વર્ષ કરતાં વધુ સમયથી જે મિલકત ધારકોએ પોતાનો વેરો કે વ્યાજ ભરેલ નથી તેને સ્કીમો આપવામાં આવે તો પ્રમાણિક કરદાતાઓને શું સમજવાનું તે સવાલ ઊભો થયો છે અને આવી રીતે વ્યાજ માફ કરવાથી કોને ફાયફો થશે તે સહુ કોઈ જાણે છે ત્યારે સરકારની નીતિ સામે સવાલ ઊભા થાય તેવો ઘાટ સર્જાયો છે.




Latest News