મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં યુવાનના મોતના કેસમાં વધુ એકની ધરપકડ હળવદ નજીક ખોટી નંબર પ્લેટ લગાવેલ કારથી જીવલેણ અકસ્માત સર્જનાર આરોપીની બે અર્ટિકા કાર સાથે ધરપકડ મામાના ઘરે મૂકવા જવનું કહીને નરાધમ બાપ માસૂમ દીકરાને તરફડીને મરવા માટે છોડી ગયો: હળવદના સુસવાવ ગામની ઘટના ચોંકાવનારો ખુલાસો મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના જૂના બસ સ્ટેન્ડમાંથી કેશોદની મહિલાના સોનાના દાગીના સહિત ૧.૭૬ લાખના મુદામાલની ચોરી


SHARE













મોરબીના જૂના બસ સ્ટેન્ડમાંથી કેશોદની મહિલાના સોનાના દાગીના સહિત ૧.૭૬ લાખના મુદામાલની ચોરી

મોરબીના જૂના બસસ્ટેન્ડમાંથી બસમાં બેસતા મુસાફરના અનેક વખત ખિસ્સા કપાયા હોય અને મુદ્દામાલની ચોરી થઇ હોય એવા બનાવો બની ચૂક્યા છે તેવામાં હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે મોરબીના જૂના બસસ્ટેન્ડ ખાતેથી બસમાં મુસાફરી કરનાર વધુ એક મહિલાએ ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓ મોરબીના જૂના બસસ્ટેન્ડથી બસમાં બેસીને મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેઓના પર્સમાં રાખી સોનાના દાગીના તેમજ રોકડ મળીને ૧૭૬૫૦૦ ના મુદામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં પોલીસે ચોરીની ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. 

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ કેશોદના ઇન્દિરાનગરમાં પાણીના ટાંકા પાસે રહેતા હેમીબેન કરશનભાઇ ચાવડા (ઉંમર ૪૫) તા. ૨૩-૨-૨૨ ના રોજ સવારે સાડા દસ વાગ્યાના અરસામાં મોરબીના જૂના બસસ્ટેન્ડ પાસેથી બસમાં બેસીને મુસાફરી કરી રહ્યા હતા ત્યારે બસમાં ચડતા સમય અથવા તો બસમાં બેઠા પછી તેઓના પર્સની અંદર રાખેલ સોનાનો હાર, સોનાની વીટી, સોનાની લોકેટ અને રોકડા પંદરસો રૂપિયા આમ કુલ મળીને ૧,૭૬,૫૦૦ ના મુદ્દામાલની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવે છે જેથી કરીને ભોગ બનેલા હેમીબેન ચાવડા દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ચોરીના બનાવની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીના જૂના બસસ્ટેન્ડમાં બસમાં બેસવા માટે થઈને મુસાફરોની મોટા પ્રમાણમાં ભીડ થતી હોય છે ત્યારે ભીનો લાભ લઇને ઘણા બધા ખિસ્સાકાતરુઓ અને તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવતો હોય છે અત્યાર સુધીમાં અનેક વખત લોકોના ખિસ્સા કપાયા છે અને કીમતી મુદામાલ તેમજ અગત્યના ડોક્યુમેન્ટની ચોરી થયેલ છે તેમ છતાં પણ આ સીલસીલો અકબંધ થાય તેના માટે કોઇ નક્કર કાર્યવાહી એસટી વિભાગ કે પોલીસ દ્વારા કરવામાં આવતી નથી તે હકકિત છે.






Latest News