મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ
Breaking news
Morbi Today

મોરબીના જૂના બસ સ્ટેન્ડમાંથી કેશોદની મહિલાના સોનાના દાગીના સહિત ૧.૭૬ લાખના મુદામાલની ચોરી


SHARE







મોરબીના જૂના બસ સ્ટેન્ડમાંથી કેશોદની મહિલાના સોનાના દાગીના સહિત ૧.૭૬ લાખના મુદામાલની ચોરી

મોરબીના જૂના બસસ્ટેન્ડમાંથી બસમાં બેસતા મુસાફરના અનેક વખત ખિસ્સા કપાયા હોય અને મુદ્દામાલની ચોરી થઇ હોય એવા બનાવો બની ચૂક્યા છે તેવામાં હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે મોરબીના જૂના બસસ્ટેન્ડ ખાતેથી બસમાં મુસાફરી કરનાર વધુ એક મહિલાએ ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓ મોરબીના જૂના બસસ્ટેન્ડથી બસમાં બેસીને મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેઓના પર્સમાં રાખી સોનાના દાગીના તેમજ રોકડ મળીને ૧૭૬૫૦૦ ના મુદામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં પોલીસે ચોરીની ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. 

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ કેશોદના ઇન્દિરાનગરમાં પાણીના ટાંકા પાસે રહેતા હેમીબેન કરશનભાઇ ચાવડા (ઉંમર ૪૫) તા. ૨૩-૨-૨૨ ના રોજ સવારે સાડા દસ વાગ્યાના અરસામાં મોરબીના જૂના બસસ્ટેન્ડ પાસેથી બસમાં બેસીને મુસાફરી કરી રહ્યા હતા ત્યારે બસમાં ચડતા સમય અથવા તો બસમાં બેઠા પછી તેઓના પર્સની અંદર રાખેલ સોનાનો હાર, સોનાની વીટી, સોનાની લોકેટ અને રોકડા પંદરસો રૂપિયા આમ કુલ મળીને ૧,૭૬,૫૦૦ ના મુદ્દામાલની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવે છે જેથી કરીને ભોગ બનેલા હેમીબેન ચાવડા દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ચોરીના બનાવની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીના જૂના બસસ્ટેન્ડમાં બસમાં બેસવા માટે થઈને મુસાફરોની મોટા પ્રમાણમાં ભીડ થતી હોય છે ત્યારે ભીડનો લાભ લઇને ઘણા બધા ખિસ્સાકાતરુઓ અને તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવતો હોય છે અત્યાર સુધીમાં અનેક વખત લોકોના ખિસ્સા કપાયા છે અને કીમતી મુદામાલ તેમજ અગત્યના ડોક્યુમેન્ટની ચોરી થયેલ છે તેમ છતાં પણ આ સીલસીલો અકબંધ થાય તેના માટે કોઇ નક્કર કાર્યવાહી એસટી વિભાગ કે પોલીસ દ્વારા કરવામાં આવતી નથી તે હકકિત છે.




Latest News