મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં યુવાનના મોતના કેસમાં વધુ એકની ધરપકડ હળવદ નજીક ખોટી નંબર પ્લેટ લગાવેલ કારથી જીવલેણ અકસ્માત સર્જનાર આરોપીની બે અર્ટિકા કાર સાથે ધરપકડ મામાના ઘરે મૂકવા જવનું કહીને નરાધમ બાપ માસૂમ દીકરાને તરફડીને મરવા માટે છોડી ગયો: હળવદના સુસવાવ ગામની ઘટના ચોંકાવનારો ખુલાસો મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના જીવાપર પાસે ટ્રકમાં આગ લાગ્યા બાદ ટ્રક પલટી ગયો


SHARE













મોરબીના જીવાપર પાસે ટ્રકમાં આગ લાગ્યા બાદ ટ્રક પલટી ગયો

મોરબીના જીવાપર (ચકમપર) ગામની પાસે ટ્રકમાં આગ લાગ્યા બાદ ટ્રક બાજુમાં આવેલ ખાડામાં પલ્ટી મારી ગયો હોવાની ઘટના સામે આવેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના આંદરણા ગામના વતની અને ડ્રાઇવિંગનું કામકાજ કરતાં ખોડાભાઈ રત્નાભાઇ બાંભવા જાતે ભરવાડ નામના ૪૨ વર્ષીય યુવાને તાલુકા પોલીસ મથક ખાતે આવીને જાહેરાત કરી હતી કે, ગત તા.૨૮-૨ ના રોજ બપોરના એકાદ વાગ્યાના અરસામાં જીવાપર (ચકમપર) ગામે પુલ નજીક તેઓના ટ્રક નંબર જીજે ૧૨ બીએકસ ૪૦૩૨ માં તેઓ ગાંધીનગર તરફથી છાણીયું ખાતર ભરીને આવી રહ્યા હતા અને જીવાપર ગામે પહોંચ્યા ત્યાં ખાતર કયાં ઉતારવાનું છે તે અંગે વાતચીત કરી રહ્યા હતા તે દરમિયાનમાં ટ્રકના આગળના મશીનના ભાગમાં અને કેબિનમાં આગ લાગી ગઈ હતી અને એ દરમ્યાનમાં ટ્રક પલ્ટી મારીને બાજુમાં આવેલી ખાઇમાં ઉતરી જતા આગ સમગ્ર ટ્રકમાં પ્રસરવા લાગી હતી જેથી કરીને મોટા પાયે નુકસાની પહોંચી હતી.હાલ બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી છે અને તે અંગે આગળની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે.જ્યારે હળવદના વેગડવાવ ગામના દિલીપભાઈ જેરામભાઈ કણજારીયા નામના ૩૦ વર્ષના યુવાનને હળવદમાં ફાટક પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થયેલી હોય તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જેથી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ તપાસ કરીને બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરી હતી.

આધેડ સારવારમાં

મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં રહેતા જેઠાભાઈ નાનજીભાઈ સોલંકી નામના ૫૨ વર્ષીય આધેડ ઘેર એસિડ પી જતાં તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે મોરબીના વીસીપરામાં મદીના સોસાયટીમાં રહેતા આદમભાઈ કાસમભાઈ ઠેબા નામના ૫૯ વર્ષીય આધેડ મોરબીની વિશીહાઇસ્કૂલ પાસેથી બાઈકમાં જતા હતા તે દરમિયાન બાઈક સ્લીપ થઈ જતાં ઇજાગ્રસ્ત આદમભાઈને પણ સારવાર માટે લઈ જવાયા હતા.જ્યારે મોરબીની અવની ચોકડી પાસે આવેલા શ્યામપાર્ક વિસ્તારમાં રહેતા દેવ ભરતભાઈ કડીવાર નામના ૧૫ વર્ષીય બાળકને મોરબીના શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે શનિ મંદિર નજીક સાયકલ અને બાઇક વચ્ચેના અકસ્માત બનાવમાં ઇજાઓ થતાં તેને પણ સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના હળવદ તાલુકામાં આવેલા માલણીયાદ ગામે રહેતા લાલજીભાઈ ઘોઘજીભાઈ રાઠોડ નામનો ૨૬ વર્ષીય યુવાન બાઇકમાં વાડીએ જતો હતો તે દરમિયાન રસ્તામાં બાઈક સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત લાલજીભાઈને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે હળવદના ઘનશ્યામપુર ગામના નિશાબેન પથુભાઈ નામના ૭૪ વર્ષીય મહિલા બાઇકમાં બેસીને મંદિરે દર્શન કરવા જતા હતા તે સમયે બાઈકની પાછળના ભાગેથી નિચે પડી જતાં ઇજાગ્રસ્ત નીશાબેનને પણ સારવાર માટે મોરબી લવાયા હતા.તેમજ સુરેન્દ્રનગરના થાન તાલુકાના મનડાસર ગામે રહેતી કિંજલબેન કુકાભાઈ ભોયાભાઇ ગઢાદરા નામની ૧૬ વર્ષીય યુવતી કોઇ કારણોસર દવા પી જતાં તેણીને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવી હતી જેને પગલે એ ડિવિઝન પોલીસ મથકનાં હરેશભાઇ ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને વધુ તપાસ અર્થે બનાવ સંદર્ભે થાન પોલીસને જાણ કરી હતી.






Latest News