મોરબી સહિત રાજ્યની નવી મહાપાલિકાઓને ફાયર સ્ટેશન, બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે સરકારી જમીન મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામે બીમારીથી કંટાળીને જાતે જ પેટમાં છરી મારતા આધેડ રાજકોટ ખસેડાયા


SHARE







મોરબીના લાલપર ગામે બીમારીથી કંટાળીને જાતે જ પેટમાં છરી મારતા આધેડ રાજકોટ ખસેડાયા

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામની પાસે આધેડે પોતાના જાતે જ પેટના ભાગે છરી વડે ઘા મારી લેતા ઈજાગ્રસ્ત આધેડને સારવાર માટે મોરબી બાદ રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના લાલપર ગામે રહેતા ઘનશ્યામભાઇ પરષોત્તમભાઇ મિણીયા નામના ૫૮ વર્ષીય કોળી આધેડે રણુજા નળીયાના કારખાનાની પાસે જાતે જ પેટના ભાગે છરી મારતા ઈજાગ્રસ્ત થયેલા ઘનશ્યામભાઈને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણીએ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.તેઓની સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે ઘનશ્યામભાઈએ કોઈ બીમારી સબબ કંટાળી જઈને ઉપરોક્ત પગલું ભર્યું છે હાલ તેઓને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા છે. જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર પ્રેમજીનગર (મકનસર) માં રહેતા ચંદ્રિકાબેન અશ્વિનભાઈ ચાવડા નામની ૩૦ વર્ષીય મહિલાને તેના ઘેર પતિ દ્વારા માર મારવામાં આવતા મોડી રાત્રીના એકાદ વાગ્યે તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવેલ હોય તાલુકા પોલીસ મથકના એ.એલ.પરમાર દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર રફાળેશ્વર ગામના રહેવાથી રેખાબેન મગનભાઈ તળશીભાઇ મકવાણા નામની મહિલા તા.૨૮-૨ ના રોજ સવારે આઠ વાગ્યે રફાળેશ્વર ચોકડી નજીકથી પગપાળા જતા હતા ત્યારે કોઈ અજાણ્યા બાઇક ચાલકે તેણીને હડફેટે લેતા રેખાબેન મકવાણાને વાંકાનેર ખાતે સારવારમાં ખસેડાયા હતા બનાવને પગલે હાલ મોરબી તાલુકા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.જયારે મોરબીના શનાળા સરદારબાગ પાસે આવેલ શુભ ટાવરમાં રહેતા વિમલ જયંતીભાઈ પટેલ નામના ૩૬ વર્ષીય યુવાને ભૂલથી વિટામિનની દવાઓને બદલે વધુ પડતી ઘેનની ગોળીઓ ખાઇ લેતાં તેને સારવાર માટે અત્રે મંગલમ હોસ્પિટલ ખસેડાયો હતો જેથી એ ડિવિઝન પોલીસ મથકના જે.એ.ઝાલાએ આગળની તપાસ હાથ ધરી છે.

યુવાન સારવારમાં

મૂળ તમિલનાડુના અન્નાદૂરે સુબ્રમણ્યમ નામનો ૩૭ વર્ષીય યુવાન મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા નવા જાંબુડીયા ગામે શિવકૃપા ટ્રાન્સપોર્ટ નજીક હતો ત્યાં તા.૨-૩ ના રાત્રીના બારેક વાગ્યાના અરસામાં તેને કોઈ ઝેરી જનાવર કરડી જતાં તેને સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો.જ્યારે મોરબીના માથક ગામના રહેવાસી પ્રવિણદાસ ગોપાલદાસને આંદરણા ગામ પાસે બાઇક સ્લીપ થઇ જવાના બનેલા અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયા હતા અને તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે. તેમજ માળીયા મીંયાણા ખાતે રહેતો અરમાન જુસહભાઈ જેડા નામનો ૧૧ વર્ષીય બાળક ઘર પાસે રમી રહ્યો હતો ત્યાં તેને વાહન અકસ્માતમાં ઇજા થતાં તેને પણ સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.






Latest News