મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે
Breaking news
Morbi Today

હુકમ માત્ર કાગળ ઉપર જ !: મોરબી એસટી ડેપોના દ્રારા અસંખ્ય રૂટ બંધ કરાતા પ્રજા હેરાન


SHARE







હુકમ માત્ર કાગળ ઉપર જ !: મોરબી એસટી ડેપોના દ્રારા અસંખ્ય રૂટ બંધ કરાતા પ્રજા હેરાન

મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા જિલ્લા કલેકટર તેમજ એસ.ટી ડેપો મેનેજરને પત્ર લખીને અસંખ્ય રૂટ આડેધડ સર્વે કર્યા વિના જ બંધ કરી દેવાયા હોય મુસાફર જનતા તેમજ અપડાઉન કરતા લોકો અને વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે તે અંગે ફરિયાદ કરીને પુનઃ રૂટ ચાલુ કરવામાં આવે તેવી સામાજીક કાર્યકરો દ્રારા વોકહીતમાં માંગ કરેલ છે.

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, અશોકભાઇ ખરચરીયા, જગદીશભાઇ બાંભણીયા, મુસાભાઇ બ્લોચ તેમજ જીજ્ઞેશભાઇ પંડયાએ જીલ્લા કલેકટર તેમજ એસટી મેનેજરને લેખીતમાં રજૂઆત કરતા જણાવેલ છેકે, મોરબી જીલ્લામાં એસ.ટી. ડેપોનું તંત્ર એટલું ખાડે ગયેલ છે કે પ્રજા ત્રાહીમામ પોકારી ગયેલ છે.કોરોના સમયે બંધ કરાયેલ બસો હજુ ચાલુ કરવામાં આવેલ નથી..! જેમાં મોરબી-કરજણ રાત્રી બસ સેવા કે જે મોરબીથી છેલ્લી બસ હતી તે બસ તેમજ મોરબી-અંબાજી વાયા પાટડી બજાણા તેમજ મોરબીથી સવારે વહેલી ઉપડતી મોરબી-રાજકોટ જે સવારે ૫-૩૦ કલાકે મોરબીથી ઉપડતી હતી તે બસોને આવકના બહાના હેઠળ બંધ કરવામાં આવેલ છે.તેમજ ટંકારાનું નવું બસ સ્ટેન્ડ બનાવેલ છે પરંતુ હાલમાં બસો ટંકારા ડેપોમાં જતી નથી અને તેને લઇને વિધાર્થીઓ અને પ્રજાજનો હાલાકીનો સામનો કરી રહ્યા છે.જે બસ સ્ટેન્ડ કરોડોના ખર્ચે તૈયાર થયેલ છે તે હાલ શોભાના ગાંઠીયા સમાન બની ગયેલ છે.તેમજ ગ્રામ્ય વિસ્તારના ધણા રૂટ બંધ કરી દેવામાં આવેલ છે.જેથી ગ્રામ્ય વિસ્તારની પ્રજાને ના છુટકે છકડા રીક્ષામાં તથા પ્રાઇવેટ વાહનોમાં જાનના જોખમે મુસાફરી કરવાની ફરજ પડે છે.

સરકાર એસ.ટી. નિગમને કરોડો રૂપિયા ગ્રાટ આપે છે. નવી બસો આપે છે પરંતુ સ્થાનીક અધિકારી કે રાજકોટના અધિકારીશ્રીને મુસાફર જનતા ઉપર જરાય દયા જેવું નામ નથી . મોરબી જીલ્લો સરકારે બનાવી દીધો પરંતુ જીલ્લા પ્રમાણે કોઇ સુવિધા આપવામાં એસ.ટી. તંત્ર નિષ્ફળ ગયેલ છે આને કારણે સરકાર પણ બદનામ થાય છે તાજેતરમાં રાજકોટના એસ.ટી. અધિકારીઓ મોરબી ડેપો ખાતે આવેલ અને સુચનાઓ આપેલ પરંતુ તેનો કોઇ અમલ થયેલ હાલ કાગળ ઉપર રહી ગયો અને કાંઇ નીકાલ થયો નથી . તો આ બાબતે મુખ્યમંત્રીશ્રી રસ લઇને કામ કરે એવી માંગણી છે . અને મોરબીની પ્રજાને વિશ્વાસ છે કે મુખ્ય મંત્રીશ્રી આ અરજીનો નીકાલ પ્રજાના હીતમાં તાત્કાલી કરશે . અમો સામાજીકકાર્યકરો રાજુભાઇ દવે તથા જીજ્ઞેશભાઇ પંડયા , અશોક ખરચરીયા , જગદીશભાઇ જી . બાંભણીયા , મુસાભાઇ બ્લોચ ની આમ જનતા વતી રજુઆત અને માંગણી છે તેવી આ વિસ્તારની જનતા  પ્રજાજનોની માંગણી છે.




Latest News