મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ કોમર્સ સ્કૂલમાં બિઝનેસ ટોકમાં નિલેશભાઈ જેતપરિયાએ એક્સપોર્ટની માહિતી આપી


SHARE







મોરબીની નીલકંઠ કોમર્સ સ્કૂલમાં બિઝનેસ ટોકમાં નિલેશભાઈ જેતપરિયાએ એક્સપોર્ટની માહિતી આપી

મોરબીના રવાપર રોડે આવેલ નીલકંઠ કોમર્સ સ્કૂલ ખાતે બિઝનેસ ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને કંઈક નવીન, કંઈક અનોખું આપવાના હેતુ સાથે બિઝનેસ ટોક ગેસ્ટ લેક્ચરમાં મોરબી સીરામીક એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાને બોલાવવામાં આવ્યા હતા અને તેમને ધો. ૧૧ કોમર્સના વિદ્યાર્થીઓને Why Export - Import are important in business ?, How to do Export - Import ?, How to start up new business ? સહિતના મુદા ઉપર સમજૂતી આપી હતી જેમાં તેમણે પોતાના વ્યક્તિગત અનુભવોની સાથોસાથ એક્સપોર્ટની શરૂઆત કઈ રીતે કરી, તેમાં કેટકેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને પોતાના વિદેશ પ્રવાસના અનુભવોને વિદ્યાર્થીઓ સાથે શેર કર્યા હતા તેમજ એક્સપોર્ટને લગતા અજાણ્યા શબ્દોની સરળ ભાષામાં વિદ્યાર્થીઓને સમજૂતી આપી હતી.  અને રાષ્ટ્ માટે વિદેશી નાણું શા માટે જરૂરી છે ?, વિદ્યાર્થીનીઓ માટે પણ એક્સપોર્ટમા ઉત્તમ તકો, Export કઈ શરૂઆત કઈ રીતે કરવી? માર્કેટ રિસર્ચ કઈ રીતે કરવું ?, Export - Import એ સૌથી ઓછા રોકાણમાં થતો વ્યવસાય છે., HSN કોડ શું છે? Anty Dumping શું છે ? IEC કંઈ રીતે મેળવી શકાય? LC એટલે શું તેની માહિતી આપી હતી જેથી નીલકંઠ કોમર્સ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી જીતુભાઈ વડસોલા અને નવનીતભાઈ કાસુન્દ્રા દ્વારા નિલેશભાઈ જેતપરિયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતી




Latest News