મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં વેરો નહીં ભરતા મિકલત ધારકોને પહેલા દિવસે જ ૧૨.૨૬ લાખની વ્યાજ માફી


SHARE







મોરબી પાલિકામાં વેરો નહીં ભરતા મિકલત ધારકોને પહેલા દિવસે જ ૧૨.૨૬ લાખની વ્યાજ માફી

ગુજરાત સરકારના આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ વ્યાજ માફી યોજના જાહેર કરવામાં આવેલ છે જેની અમલવારી પાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે અને પહેલા દિવસે મોરબી પાલિકામાં વેરો નહીં ભરતા મિકલત ધારકોને ૧૨.૨૬ લાખની વ્યાજ માફી આપવામાં આવી છે ત્યારે પાલિકાની તિજોરીમાં  ૩૪.૩૩ લાખની આવક થયેલ છે

મોરબી પાલિકા દ્વારા વ્યાજ માફી યોજનાની અમલવારી શરૂ કરવામાં આવી છે ત્યારે ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, પાલિકામાં જે આસામીઓના વેરા વર્ષોથી જમા કરવામાં આવેલ નથી તેના ઉપર ઘણું વ્યાજ ચડી ગયું છે ત્યારે સરકારે વ્યાજ માફી યોજના અમલમાં મૂકી છે ત્યારે પાલિકાનું વર્ષો જૂનું માંગણું છૂટશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ગુરુવારે પહેલા દિવસે આ યોજનાનો લાભ લેનારા આસામીઓને કુલ મળીને ૧૨.૨૬ લાખની વ્યાજ માફી આપવામાં આવી છે ત્યારે પાલિકાની તિજોરીમાં ૩૪.૩૩ લાખની આવક થયેલ છે અને આ યોજના ૩૧ માર્ચ સુધી અમલમાં છે જેથી વધુમાં વધુ બાકીદારો દ્વારા તેનો લાભ લઈને બાકી વેરા જમા કરવવામાં આવે તેવી અપીલ મોરબી પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી છે






Latest News