મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા પાસે બ્રિજ ઉપર બાઇક સ્લીપ થતા યુવાનનું મોત


SHARE







મોરબીના જાંબુડીયા પાસે બ્રિજ ઉપર બાઇક સ્લીપ થતા યુવાનનું મોત

મોરબીના જાંબુડીયા ગામ પાસે આવેલ બ્રિજ ઉપરથી પસાર થતાં બાઈકચાલકનું બાઈક સ્લીપ થવાથી ઇજા પામેલા યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતથી મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હાલમાં મૃતક યુવાનના દીકરાની ફરિયાદ લઈને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર કુબેર સિનેમાની પાછળના ભાગમાં રહેતા રાજેશભાઈ દાનસંગભાઈ અગેચાણીયા જાતે કોળી ઉંમર 42 પોતાનું બાઇક નંબર જીજે 36 એચ 3400 લઈને મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામ નજીક બ્રિજ ઉપરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેનું બાઈક કોઈ કારણોસર સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને તેને માથામાં અને શરીરે ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું હાલમાં અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને મૃતકના દીકરા સીગર અગેચાણીયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માત

વાંકાનેર તાલુકાના પલાસડી ગામના પાટિયા પાસેથી હુસેનભાઈ ઉસ્માનભાઈ વકાલીયા ઉંમર 47 પોતાની સાઇકલ લઇને જઇ રહ્યા હતા ત્યારે કાર નંબર જીજે 1 આરએ 4619 ના ચાલક અજયભાઈ હસમુખભાઈ સારોલા ઉંમર વર્ષ 30 રહે.કુંભારપરા શેરી નંબર 3 વાંકાનેર વાળાએ તેઓની સાઈકલને પાછળથી ટક્કર મારી હતી જેથી કરીને હુસેનભાઇને હાથમાં અને આંખની ઉપરના ભાગમાં પણ ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ હુસેનભાઇએ ફરિયાદ નોંધાવતા પોલીસે અજયભાઈની સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News