મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે જુગાર રમતા ચાર શખ્સ ૧૮,૨૪૦ ના મુદામાલ સાથે ઝડપાયા


SHARE







મોરબીના રફાળેશ્વર ગામે જુગાર રમતા ચાર શખ્સ ૧૮,૨૪૦ ના મુદામાલ સાથે ઝડપાયા

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ મચ્છુનગર માં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે રોડ ઉપર જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી રૂા.૧૮,૨૪૦ રોકડ કબજે કરી હતી અને તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના રફાળેશ્વર ગામના મચ્છુનગર ખાતે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેથી કરીને મોરબી તાલુકા પોલીસ દ્વારા મચ્છુનગરમાં જુગાર અંગે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જાહેરમાં જુગાર રમતા મળી આવેલા પ્રાગજી વાલાભાઇ ઇન્દરીયા કોળી (૬૫), વલ્લભદાસ હરિદાસ પરમાર (૬૦), અમિત હરિદાસ પરમાર (૬૩) અને અલ્પેશ વલ્લભ રાઠોડ (૩૩) રહે.ચારેય રફાળેશ્વર જાહેરમાં જુગાર રમતા મળી આવતા ચારેની રોકડા રૂપિયા ૧૮,૨૪૦ સાથે ધરપકડ કરવામાં આવી હતી અને ચારેય સામે તાલુકા પોલીસ મથક ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે.

મારામારીમા ઇજા

મોરબીના સર્કિટ હાઉસ સામે ભારતનગર વિસ્તારમાં રહેતા દિનેશભાઈ મગનભાઈ પરમાર નામના ૩૦ વર્ષીય યુવાનને ઘર નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો. બી ડિવિઝન પોલીસને બનાવની જાણ થતાં પોલીસે તપાસ કરતા ખૂલ્યું હતું કે ઈજાગ્રસ્ત દિનેશભાઇ પરમારના પત્નીની સાથે તેમના કૌટુંબિક ભાઈની પત્ની ઝઘડો કરતી હોય બંનેની વચ્ચે તેઓ છોડવા પડ્યા હતા ત્યારે ઝપાઝપી દરમિયાન ધકો લાગી જતાં તેઓને ઇજાઓ થતા સારવાર માટે લઈ જવાયા હતા.




Latest News