મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબી નજીક અજંતા ક્લોક પાસે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા ભાઈની નજર સામે ભાઇનું મોત​​​​​​​ 


SHARE













મોરબી નજીક અજંતા ક્લોક પાસે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા ભાઈની નજર સામે ભાઇનું મોત 

મોરબી રાજકોટ હાઇવે ઉપર અજંતા ક્લોક પાસેથી પસાર થતાં ડબલ સવારી બાઇકને કાર ચાલકે અડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત સર્જાયો હતો અને બાઇક ઉપર જય રહેલા બે સગા ભાઈમાંથી એકનું મોત નીપજયું છે જેથી તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના આ બનાવની મોરબી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાનાં નસીપર ગામે પાસે આવેલ બાલાજી ઇન્ડસ્ટ્રીજના લેબર ક્વાટરમાં હાલમાં રહેતા મૂળ મહીસાગર જિલ્લાના રહેવાસી વિપુલ ભારતભાઇ સંગાડા જાતે આદિવાસી (ઉ.૨૪) એ હાલમાં કાર નંબર જીજે ૩૬ આર ૩૫૧૮ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જનવ્યું છે કેમોરબી રાજકોટ હાઈવે અજતા ક્લોકની સામે ગેટ પાસેથી તે બંને ભાઈ બાઇક નંબર જીજે ૩ એજે ૬૦૩૭ લઈને જતાં હતા ત્યારે  કાર નંબર જીજે ૩૬ આર ૩૫૧૮ ના ચાલકએ તેઓના બાઇકને અંજતા પાસે પાછળથી હડફેટે લીધું હતું જેથી કરીને તેના મોટાભાઇ ઉમેશકુમાર ભારતભાઇ સંગાડા જાતે આદિવાસી (ઉ.૨૮)ને માથાના ભાગે તથા ખંભાના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને તેનું મુત્યુ નીપજયું છે જેથી પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ લઈને કાર ચાલકની સામે આઇપીસી કલમ ૨૭૯, ૩૦૪(અ) તથા એમવી એકટ ૧૮૪, ૧૭૭ મુજબનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

અકસ્માતમાં ઇજા

વાંકાનેર નજીક રાતીદેવડી ગામ પાસેથી બાઇક લઇને ઉસ્માનભાઈ ગનીમામદભાઈ બાદી (૫૫) રહે. કણકોટ વાળા જઈ રહ્યા હતા ત્યારે આગળ જતી બસમાંથી કોઈએ નારીયલનો ત્રોફો બહાર ફેંકતા તે બાઇકમાં આવવાથી ઉસ્માનભાઈનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી તેઓને ઇજા થતાં તેને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં લઇ આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News