મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં બાગાયત ખેડૂતો સરકારની યોજનાઓનો લાભ લેવા અરજી કરી શકશે


SHARE







મોરબી જીલ્લામાં બાગાયત ખેડૂતો સરકારની યોજનાઓનો લાભ લેવા અરજી કરી શકશે

સરકારના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૨-૨૩ માટે જુદી-જુદી સહાયલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેમાં ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા, અર્ધપાકા મંડપ, પાકા મંડપ તથા કાચા મંડપ, પ્લાસ્ટીક મલ્ચીંગ, પાવર ટીલર, છુટા ફુલો, ટીસ્યુ કેળ, પપૈયા, ફળપાક વાવેતર, ટીસ્યુકલ્ચર ખારેક વાવેતર, ઔષધીય સુગંધીત પાકોના વાવેતર તથા ડિસ્ટીલેશન યુનીટ, દેવીપુજક ખેડુતો માટે તરબુચ/ટેટીના બિયારણ,  ટ્રેકટર માઉન્ટેડ સ્પ્રેયર, સ્વયં સંચાલીત બાગાયત મશિનરી, કોલ્ડ ચેઇન મેનેજમેન્ટના કાર્યક્રમો, બાગાયત પેદાશોના પેકેજીંગ મટેરીયલ, ફળપાક વાવેતર તેમજ અન્ય વિવિધ બાગાયતિ યોજનાઓનો સમાવેશ થાય છે ત્યારે દરેક ખેડુતોને આ યોજનાઓમાં લાભ લેવા માટે આઇ-ખેડુત પોર્ટલ તા. ૩૦/૪/૨૦૨૨ સુધી પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવે છે.

બાગાયતદારોને આ ઘટકોમાં સહાય લેવા માટે http://ikhedut.gujarat.gov.in પર અરજી કરી  અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબૂક નકલ અને રદ કરેલ ચેક, જાતિનું પ્રમાણપ્રત્ર(અનુ. જાતિ), વિગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ(ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦), મોરબીના સરનામે રજુ કરવા નાયબ બાગાયત નિયામક મોરબીની યાદીમા જણાવાયુ છે.  




Latest News