મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામે બીમારીથી કંટાળીને જાતે જ પેટમાં છરી મરનારા વૃધ્ધનું સારવારમાં મોત


SHARE







મોરબીના લાલપર ગામે બીમારીથી કંટાળીને જાતે જ પેટમાં છરી મરનારા વૃધ્ધનું સારવારમાં મોત

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામની પાસે રહેતા વૃદ્ધે બીમારીથી કંટાળીને પોતાના જાતે જ પેટના ભાગે છરીનો ઘા ઝીકિ લીધો હતો જેથી ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે મોરબી બાદ રાજકોટ ખસેડાયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજયું છે જેથી મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના લાલપર ગામે રહેતા ઘનશ્યામભાઇ પરષોત્તમભાઇ મિણીયા જાતે કોળી (૫૮) રહે. રણુજા નળીયાના કારખાનાની પાસે વાળાએ જાતે જ પેટના ભાગે છરી મારી હતી જેથી તેને ગંભીર ઇજા થઈ હોવાથી ઈજાગ્રસ્ત ઘનશ્યામભાઈને સારવાર માટે પ્રથમ મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈને ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તેનું સારવાર દરમ્યાન મોત નિજપ્યું છે જે અંગેની જાણ મૃતકના દીકરા ગિરીશભાઈએ મોરબી તાલુકા પોલીસને કરેલ છે જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને વધુમાં પોલીસે પાસેથી જાણવા મળ્યું હતું કે ઘનશ્યામભાઈને ફેફસામાં કેન્સરની બીમારી હતી જેનાથી કંટાળીને તેમણે પોતાની જાતે જ પેટમાં છરીનો ઘા ઝીકયો હતો અને તેનુ મોત નીપજયું છે

અકસ્માતમાં ઇજા

મોરબી હળવદ હાઈવે ઉપર આવેલ માંડલ ગામ પાસેથી દીકરાના બાઈકમાં પાછળ બેસીને જઈ રહેલા ખીમિબેન સોમાભાઈ સાગઠીયા (૭૩) રહે. ધારી અમરેલી વાળા જય રહ્યા હતા ત્યારે તે કોઈકરણોસર બાઈકમાંથી નીચે પડી ગયા હતા જેથી તેઓને ઇજાઓ થઇ હતી માટે મોરબીની ખાનગી હોસ્પીટલમાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News