મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે
Breaking news
Morbi Today

મોરબીના બેલા નજીક યુવાનની આંખમાં મરચાની ભૂકી છાંટી આજાણ્યો  શખ્સ ફરાર


SHARE







મોરબીના બેલા નજીક યુવાનની આંખમાં મરચાની ભૂકી છાંટી આજાણ્યો  શખ્સ ફરાર

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસેથી પસાર થતાં યુવાનની આંખમાં અજાણ્યા શખ્સે મરચાની ભૂકી છાંટી હતી જેથી કરીને તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ખારીમાં રહેતા જીગ્નેશભાઈ રાજેશભાઈ હમીરપરા (ઉંમર ૩૫) મોરબીના જેતપર રોડ ઉપર આવેલા બેલા ગામ પાસે આવેલ ફ્રેસકો સીરામીક નજીકથી પસાર થતા હતા ત્યારે અજાણ્યા બાઇક ચાલકે તેની આંખમાં મરચાની ભૂકી છાંટી હતી જેથી જીગ્નેશભાઈ હમીરપરાને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જોકે જીગ્નેશભાઈ હમીરપરાની આંખમાં મરચાની ભૂકી શા માટે છાંટવામાં આવી હતી અને કોના દ્વારા મરચાની ભૂકકી છાંટવામાં આવી હતી તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી છે

ફિનાઇલ પીધું

મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર પેટ્રોલ પંપની પાસે આવેલ હાજીપીરની દરગાહ નજીક યુવાન ફિનાઇલની ગોળીઓ ખાઈ ગયો હતો જેથી કરીને તેમને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી બી ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે નીજામ હૈદરભાઈ જેડા (૨૮) રહે. વીસીપરા મોરબી વાળો ફિનાઇલની ગોળીઓ ખાઈ ગયો હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવેલ છે

અકસ્માતમાં ઇજા

વાંકાનેર નજીક વઘાસીયા ટોલનાકા પાસે આવેલ મોક ટાઇલ્સ નામના સિરામિક કારખાનાની અંદર રહેતા દિનેશભાઇ રામઆશ્રય વર્મા (ઉંમર ૨૧) ના પગ ઉપર કારનું ટાયર ફેરવી દેતા તેને પગમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને આ અકસ્માતના બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News