મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે
Breaking news
Morbi Today

મોરબીમાં ન્યુ ગાયત્રીનગરના મકાનમાંથી ૬૦ બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો


SHARE







મોરબીમાં ન્યુ ગાયત્રીનગરના મકાનમાંથી ૬૦ બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગરના રહેણાક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા ઘરમાંથી ૬૦ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૨૨,૫૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે હાલમાં એક શખ્સની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર ન્યુ ગાયત્રીનગરમાં ભાડાના મકાનમાં રહેતા યુવાનના ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરની અંદરથી ૬૦  બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ૨૨,૫૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે પ્રણવભાઈ ઉર્ફે પીન્ટુ ગોપાલભાઈ ગોસ્વામી જાતે બાવાજી (ઉમર ૩૨) રહે. વાવડી રોડ ન્યુ ગાયત્રી નગર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસે દારૂની બોટલો કયાથી આવી હતી અને કોને આપવાની હતી તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી છે

બે બોટલ દારૂ

હળવદ તાલુકાના સુસવાવ ગામે નદીના પટમાંથી પસાર થઈ રહેલા યુવાનને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી જુદી-જુદી બ્રાન્ડની ત્રણ બોટલ દારૂની મળી આવી હતી જેથી પોલીસે નવ સો રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબ્જે કરીને દિનેશભાઈ અમરસિંહભાઈ રાઠોડ (૨૫) રહે. સુસવાવ વાળાની ધરપકડ કરી છે અને તેની પાસે દારૂની બોટલો ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે

દેશી દારૂ ઝડપાયો

મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામની સીમમા એરપોર્ટ સિરામિકની પાછળના ભાગમાં દારૂનું વેચાણ થતું હોવાની બાતમી મોરબી જિલ્લા એલસીબીની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી ૧૨૮ લિટર દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૨૫૬૦ રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે ઇમ્તિયાઝ ઉર્ફે ઇમરાન હનીફભાઇ નાગોરી જાતે સિપાઇ (ઉ.૨૬) રહે. સિપાઇવાસ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેને આ દારૂનો જથ્થો જુસબ હબીબભાઇ જામ મિંયાણા રહે. વેજીટેબલ રોડ ઉમા ટાઉનશીપ સામે મોરબી વાળો આપી ગયો હતો માટે તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News