વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડે કારમાં મહેફિલ !: નશો કરેલ હાલતમાં પાંચ શખ્સ ૧૪ બિયરના ટીન સાથે ઝડપાયા


SHARE







મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડે કારમાં મહેફિલ !: નશો કરેલ હાલતમાં પાંચ શખ્સ ૧૪ બિયરના ટીન સાથે ઝડપાયા

મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપરથી પસાર થતી કારને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે કારમાંથી નશાની હાલતમાં ચાર શખ્સ ઝડપાયા હતા અને તે કારમાંથી બિયરના ૧૪ ટીન પણ મળી આવ્યા હતા જેથી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી

મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપર અશોકાલયના ઢાળિયા પાસેથી કાર પસાર થતી હતી ત્યારે તે કારને રોકીને પોલીસે કારને ચેક કરતાં તે કારમાં કુલ મળીને પાંચ શખ્સો બેઠા હતા અને તે નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે કારને ચેક કરી હતી ત્યારે કાર નંબર જીજે ૩૫ બી ૪૩૩૩ માંથી ૧૪ બિયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૪૦૦ રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો તેમજ ત્રણ લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૩,૦૧,૪૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે દીપકભાઈ રમેશભાઈ લોરીયા જાતે પટેલ (ઉંમર ૩૩) રહે. રવાપર રેસીડેન્સી ગંગા ટાવર ફ્લેટ નંબર-૪૦૨ મૂળ રહે. ચકમપર તેમજ નશાની હાલતમાં જીગ્નેશભાઈ કાંતિભાઈ કલારિયા, મિલન રસિકભાઈ રામોલીયા, રોહિતભાઈ શંકરભાઇ કૈલા અને અનિલભાઈ રતનજીભાઇ કાંજીયાની ધરપકડ કરી હતી અને તેની પાસે બીયરના ટીન ક્યાંથી આવ્યા હતા તે દિશામાં તપાસ શરૂ કરેલ છે




Latest News