વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના જૂના બસ સ્ટેશન પાસેથી જામનગરનો શખ્સ અગાઉ હથિયાર અને ડ્રગ્સ કેશમાં સંડોવાયેલા ઇસનના હથીયાર સાથે પકડાયો


SHARE







મોરબીના જૂના બસ સ્ટેશન પાસેથી જામનગરનો શખ્સ અગાઉ હથિયાર અને ડ્રગ્સ કેશમાં સંડોવાયેલા ઇસનના હથીયાર સાથે પકડાયો

મોરબીના જૂના બસ સ્ટેશન પાસેથી એસઓજીના સ્ટાફે બાતમીના આધારે જામનગરનાં રહેવાસી ઈસમની હથિયાર(પીસ્તોલ) સાથે ધરપકડ કરેલ છે અને તેણે આ હથીયાર વાંકાનેરના ચંદ્રપુર ગામે રહેતા અને અગાઉ હથિયાર તેમજ ડ્રગ્સના ગુનામાં સંડોવાયેલા અને હાલ પાટણ પોલીસના કબ્જામાં છે તેવા રીઢા ગુનેગારનું હોય અને તેણે જામનગરના ઇસમને હથીયાર સાંચવવા આપ્યુ હોવાની હાલ હકીકત મળતા બંને સામે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધીને ચંદ્રપુરના ઈસમનો પાટણ પોલીસ પાસેથી કબ્જો મેળવવા તજવીજ શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રો તેમજ એસઓજીના સ્ટાફમાંથી મળતી માહિતી મુજબ એસઓજી સ્ટાફના શેખરભાઇ મોરીને મળેલ બાતમીના આધારે એસઓજીના સ્ટાફે શહેરના જૂના બસ સ્ટેશન પાસેની શેરીમાંથી પસાર થતાં યાસીન ઉર્ફે બાબરી સીદીકભાઈ ગંઢાર જાતે વાઘેર (ઉમર ૩૧) રહે. જામનગર ધરારનગરવાળાને અટકાવીને તેની અંગઝડતી લેવામાં આવતા તેની પાસેથી સેમી ઓટોમેટીક હાથ બનાવટની પિસ્તોલ મળી આવતા રૂપિયા ૧૦ હજારની કિંમતની પિસ્તોલ સાથે હાલમાં યાસીન વાઘેરની ધરપકડ કરવામાં આવેલ છે અને તેણે આપેલા હકીકતમાં વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના સાજીદ અજીઝ બ્લોચ નામના ઈસમે તેને આ હથીયાર સાંચવવા આપ્યુ હોવાની કેફીયત આપી હોય હાલમાં યાસીન અને સાજીદ બંને વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.હાલ યાસીન ઉર્ફે બાબરી સિદ્દીક વાઘેરની ધરપકડ કરી છે અને વધુમાં પોલીસ સુત્રોમાંથી મળતી માહીતી મુજબ વાંકાનેરના ચંદ્રપુરનો સાજીદ બ્લોચ કે જેનું આ હથિયાર છે તેણે આ હથીયાર જામનગરના યાસીનને સાચવવા આપ્યું છે તેની આગળની તજવીજ શરૂ કરવામાં આવી છે.કારણકે જેનું આ હથીયાર છે તે સાજીદ બ્લોચ અગાઉ પણ હથીયારના ગુનામાં અને થોડા સમય પહેલાં જ પાટણ પોલીસ દ્વારા એમડી ડ્રગ્સના ગુનામાં ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ સાજીદ બ્લોચ પાટણ પોલીસના કબ્જામાં હોય ત્યાંથી તેનો કબ્જો મેળવવાની આગળની તજવીજ એસઓજી પીઆઇ આલ દ્રારા હાથ ધરવામાં આવેલ છે.

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના લખધીરપુર ગામના રહેવાસી ગીતાબેન ઘનશ્યામભાઈ ખાણધરીયા નામની ૩૮ વર્ષીય મહિલા મોરબીની વીસી હાઇસ્કુલ પાસેથી બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા તે દરમિયાન રસ્તામાં બાઇકમાંથી નીચે પડી જતા ઇજાગ્રસ્ત ગીતાબેન ખાણઘરને સારવારમાં ખસેડાયા હતા. જ્યારે વાંકાનેરના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા જયેશભાઈ રમણીકભાઈ રાવલ નામના ૪૮ વર્ષીય યુવાનને ગત રાત્રીના નવેક વાગ્યે વાંકાનેરની પાસે આવેલ નર્સરી નજીક અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત જયેશભાઈ રાવલને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.




Latest News