માળીયા (મી)ના દેવ સોલ્ટ દ્વારા જાજાસર ગામે આંતર શાળા રમતગમત સ્પર્ધા યોજાઇ
મોરબી જિલ્લાકક્ષાની પુસ્તક વાચક સ્પર્ધામાં મોટીબરારની મોડેલ સ્કૂલના બે વિદ્યાર્થી ઝળક્યા
SHARE









મોરબી જિલ્લાકક્ષાની પુસ્તક વાચક સ્પર્ધામાં મોટીબરારની મોડેલ સ્કૂલના બે વિદ્યાર્થી ઝળક્યા
મોરબી બી.આર.સી. ભવન ખાતે મોરબી એસ.એસ.એ. કચેરી આયોજિત જિલ્લા કક્ષાની ધો. ૬ થી ૮ તેમજ ધો.૯ અને ૧૧ ના બાળકોની પુસ્તક વાચક સ્પર્ધાનું આયોજન થયેલું હતું. જેમાં મોડેલ સ્કૂલનો ધો.૯ નો વિદ્યાર્થી બોરીચા દિક્ષિત માવજીભાઈ અને ધો.૧૧ ની વિદ્યાર્થિની ડાંગર અવની અજયભાઈ જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલ છે. જેથી શાળાને ગૌરવાન્વિત કરનાર વિજેતા વિદ્યાર્થીઓને રાજ્ય કક્ષાએ પણ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી મોરબી જિલ્લાનું નામ રોશન કરે તેવી મોડેલ સ્કૂલના આચાર્ય બી.એન.વીડજા તથા શાળા પરિવાર દ્વારા શુભકામના આપવામાં આવી છે
