મોરબી જિલ્લાકક્ષાની પુસ્તક વાચક સ્પર્ધામાં મોટીબરારની મોડેલ સ્કૂલના બે વિદ્યાર્થી ઝળક્યા
મોરબી જિલ્લાની પુસ્તક વાચક સ્પર્ધાના વિજેતાઓ હવે રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે
SHARE









મોરબી જિલ્લાની પુસ્તક વાચક સ્પર્ધાના વિજેતાઓ હવે રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે
સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત અને સમગ્ર શિક્ષા મોરબી આયોજિત જિલ્લા કક્ષાની પુસ્તક વાચક સ્પર્ધાનું આયોજન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તેમજ જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડીનેટર અને જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.સોલંકીના માર્ગદર્શન હેઠળ બીઆરસી ભવન મોરબી ખાતે કરવામાં આવ્યું હતુ.જેમાં ધો. ૬, ૭, ૮, ૯ અને ધો.૧૧ ના તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા થયેલ કુલ ૨૬ વિધાર્થીઓએ ભાગ લીધો.જેમાંથી મોરબી જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા થયેલ વિદ્યાર્થીઓમાં ધો.૬ માં અમીકુમારી રામાનુજ સાવડી પ્રા. શાળા, ધો.૭ ધ્રુવેશ સોનગ્રા પે.સે. શાળા ૪ હળવદ, ધો.૮ આસ્થા પાંચોટીયા ભરતનગર પ્રા. શાળા, ધો.૯ દીક્ષિત બોરીચા મોડેલ સ્કૂલ મોટીબરાર અને ધો.૧૧ અવની ડાંગર મોડેલ સ્કૂલ મોટીબરાર રહ્યા હતા.જિલ્લા કક્ષાના વિજેતા વિધાર્થીઓ હવે રાજ્ય કક્ષાની પુસ્તક વાચક સ્પર્ધામાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.જિલ્લા કક્ષાની પુસ્તક વાચક સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થયેલ અને ભાગ લીધેલ તમામ વિધાર્થીઓને અને તેમના ગુરૂજનોને બીઆરસી તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.સ્પર્ધામાં તટસ્થ રીતે નિર્ણાયક તરીકે રમેશભાઇ કાલરીયા, અમૃતલાલ કાંજીયા, વિજયભાઈ દલસાણિયા તેમજ હર્ષદભાઈ મારવણીયાએ સેવા આપી હતી.તેમજ તમામ કામગીરીમાં સાથ સહકાર આપનાર મોરબી બીઆરસી કો-ઓર્ડીનેટર ચિરાગભાઈ આદ્રોજા અને તેમની ટીમનો તેમજ સ્પર્ધાને લગતી તમામ કામગીરીમાં સાથ આપનાર જિલ્લા એમઆઈએસ હિતેશભાઈ મર્થક અને બીઆરપી પ્રજ્ઞા વિરલભાઈ સાણજાનો સમગ્ર શિક્ષાના મદદનીશ જિલ્લા કો-ઓર્ડીનેટર પ્રવિણભાઇ ભોરણીયાએ આભાર માન્યો હતો.
