મોરબી જિલ્લાની પુસ્તક વાચક સ્પર્ધાના વિજેતાઓ હવે રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે
ટંકારાના સજનપરમાં આવેલ બાપાસીતારામ ગૌશાળામાં 1962 સેવા કર્મચારીઓનું સન્માન કરાયું
SHARE









ટંકારાના સજનપરમાં આવેલ બાપાસીતારામ ગૌશાળામાં 1962 સેવા કર્મચારીઓનું સન્માન કરાયું
ટંકારાના સજનપર ખાતે આવેલ બાપાસીતારામ ગૌશાળા માં 1962 માં સૌરાષ્ટ અને કચ્છમાં કામ કરતા કર્મચારીનું સન્માન કરવામાં આવ્યું હતું જે પ્રસંગ અનુરૂપે સૌરાષ્ટ્ર અને કચ્છ વિભાગીય પશુનિયામક ભરતસિંહ ગોહિલએ કહ્યું હતું કે, ગુજરાત સરકાર અને GVK EMRI સંયુકત ક્રમે ચાલતી 1962 ની આ સેવા ખરેખર સજનપર તેમજ આજુબાજુના 10 ગામના પશુ પાલકોને ઉપયોગી નીવડી રહી છે જે 1962 સાર્થક કર્યું છે તેમજ ગામના પૂર્વ સરપંચ અશોકભાઈ બારસરાએ કહ્યું હતું કે, સજનપર ગામ કેટલું સહભાગી છે કે અમારા ગામ 10 ગ્રામ દીઠ પશુ યોજનાનો લાભ મળ્યો અને જેનું મુખ્ય મથક અમારા ગામ ખાતે છે તે ખરેખર અમારે ગર્વ લેવા જેવી બાબત છે સમય સાથે ડૉક્ટર બદલાતા રહ્યા પણ આ સેવા દ્વારા આપવામાં આવટી સારવારમાં કોઈ ચકાસ રાખવા આવતી નથી આ પ્રસંગ અનુરૂપે 1962 ના પ્રોજેક્ટ હેડ મુકેશ ચાવડાએ હાજર રહી ટીમેને સારા કામ માટે બિરદાવી છે આ સન્માન કાર્યક્રમમાં મોરબી જિલ્લાના નાયબ પશુનિયામક એ.આર. કટારા, ગામના સરપંચ રીનાબેન જાદવ તેમજ મોરબી જિલ્લાના પશુ દવાખાના પશુચિકિસકો, 1962 કર્મચારી અને ગામના લોકો હાજર રહ્યા હતા
