વાંકાનેરના વીડી ભોજપરા ગામે ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવારમાં મોત
SHARE
વાંકાનેરના વીડી ભોજપરા ગામે ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવારમાં મોત
વાંકાનેરના વીડી ભોજપરા ગામે વાડીમાં રહેતી અને ત્યાં મજૂરી કામ કરતી યુવતી ઝેરી દવા પી ગઈ હતી જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે વાંકાનેરના ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ અને તેના વતન સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા યુવતીનું મોત નિપજયું હતું જેથી કરીને પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વીડી ભોજપરા ગામે ઇસ્માઇલભાઇ પરાસરાની વાડીએ રહેતી અને મજૂરી કામ કરતી અનિતાબેન જગુભાઈ દેવડા (ઉંમર ૧૯) નામની યુવતી ગત તા૧૭/૨ ના રોજ સાંજના સમયે ઝેરી દવા પી ગઈ હતી જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે અને ત્યાંથી રાજકોટ બાદમાં અમદાવાદ સુધી લઈ ગયા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે યુવતીને વતનમાં પણ લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા આ યુવતીનું મોત નિપજ્યું છે.જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દેશીદારૂ
મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ પાસે તાલુકા પોલીસની ટીમ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી ૪૫ મીટર દેશી દારૂના જથ્થા સાથે સિકંદર ઉર્ફે સિકલો કાસમભાઈ સંતવાણી જાતે મિયાણા (૪૨) રહે. માળીયામીયાણા વાળો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૯૦૦ રૂપિયા દારૂના જથ્થા સાથે હાલમાં તેની ધરપકડ કરી છે અને દારૂનું વેચાણ કરવા માટે થઈને ઇમરાન યાસીન ભટ્ઠી મોરબી વાળાએ આપ્યો હોવાની માહિતી સામે આવેલ છે જેથી કરીને ઈમરાન સામે પણ પોલીસે ગુનો નોંધી તેને પકડવા તજવીજ શરૂ કરી છે.