વાંકાનેરના ગારિયા ગામે ખેતરમાં દવા છાંટતા સમયે તરસ લગતા ઝેરી દવા વાળા ડબલાથી પાણી પી ગયેલા યુવાનનું મોત
SHARE
વાંકાનેરના ગારિયા ગામે ખેતરમાં દવા છાંટતા સમયે તરસ લગતા ઝેરી દવા વાળા ડબલાથી પાણી પી ગયેલા યુવાનનું મોત
વાંકાનેર તાલુકાના ગારિયા ગામે યુવાન ખેતરમાં દવાનો છટકાવ કરતો હતો ત્યારે પાણીની તરસ લાગતા ઝેરી દવા વાળા ડબલથી પાણી પી ગયો હતો જેથી તેને ઝેરી અસર થઇ હતી અને તેને તાત્કાલિક સારવાર માટે મોરબી લાવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તેનું મોત નિપજ્યું છે.જેથી કરીને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના ગારિયા ગામે રહેતા શક્તિસિંહ ગોવુભા વાળા (૩૭) પોતાની વાડીએ ઝેરી દવાનો છંટકાવ કરવાની કામગીરી કરતાં હતા ત્યારે તેને પાણીની તરસ લાગતા પાણી ઝેરી દવા વાળા ડબલથી પી ગયા હોવાના કારણે શક્તિસિંહ વાળાને ઝેરી અસર થઇ હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત ન નિવડતા તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની જાણ પોલીસને જાણ કરવામાં આવી હતી અને એ ડિવિઝન પોલીસ દ્વારા આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હાલમાં બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે