મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના મમુદાઢી હત્યા કેસમાં નાસતા ફરતાં ૪ આરોપીઓ વિરુદ્ધ સ્પેશ્યલ કોર્ટમાં હાજર થવા ફરમાન


SHARE







મોરબીના મમુદાઢી હત્યા કેસમાં નાસતા ફરતાં ૪ આરોપીઓ વિરુદ્ધ સ્પેશ્યલ કોર્ટમાં હાજર થવા ફરમાન

મોરબીના શનાળા બાયપાસ રોડ ભક્તિનગર સર્કલ પાસે ફાયરીંગનો બનાવ બનેલ હતો જેમાં મમુદાઢીની હત્યા કરવામાં આવી હતી અને ત્યાર બાદ ટેન દીકરાએ ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં આરીફ મિર સહિત ચાર આરોપીઓ નાસ્તા ફરે છે જેથી કરીને ગુજસીટોકની સ્પેશ્યલ કોર્ટ દ્વારા ચારેય આરોપીઓને કોર્ટમાં હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે

ગત તા.૦૭/૦૯/૨૧ના રોજ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રીના સાડા આઠેક વાગ્યા વખતે મોરબી શનાળા બાયપાસ રોડ ભક્તિનગર સર્કલ પાસે ફાયરીંગનો બનાવ બનેલ હતો જેમા ફોરચ્યુનર ગાડી ઉપર અંધાધુધ ફાયરીંગ થતા મહમદ હનીફભાઇ ઉર્ફે મમુદાઢી ગુલામભાઈ કાસમાણી રહે. ખાટકીવાસ મોરબી વાળાની હત્યા કરવામાં આવી હતી આ બનાવમાં આરોપી આરીફ ગુલામ મીર સહીત કુલ-૧૩ આરોપીઓ સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો ત્યાર બાદ તપાસ દરમિયાન ધી ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટ ૨૦૧૫ ની કલમ ૩(૧), ૩(૨), ૩(૪) મુજબનો ગુજસીટોકનો ઉમેરો કરવામા આવેલ છે.

આ કેસની તપાસમાં કુલ ૧૮ આરોપીઓના નામો ખુલવા પામેલ છે. જેમાથી ૧૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને કોર્ટના હુકમથી અલગ અલગ જેલમાં મોકલી આપેલ છે. જો કે, આ ગુનામાં આરોપી આરીફ ગુલમામદભાઇ ધોળા જાતે મીર રહે. કાલીકા પ્લોટ નર્મદા હોલ પાસે સાયન્ટીફીક રોડ મોરબી, મકસુદભાઇ ગફુરભાઇ સમા રહે. કાલીકા પ્લોટ નર્મદા હોલ પાસે સાયન્ટીફીક રોડ મોરબી, કાદર ઉર્ફે બચ્ચન ગનીભાઇ મતવા જાતે કુરેશી રહે. વજેપર, મતવા વાસ, મોરબી અને હુશેનશા ઉર્ફે હકો આહમદશા શાહમદાર જાતે ફકીર રહે. વજેપર મેઇનરોડ, દરગાહ પાસે, મોરબી વાળા નાસ્તા ફરતા હોય કોર્ટમાંથી આરોપીઓ વિરૂધ્ધ સી.આર.પી.સી.કલમ ૭૦ મુજબનુ વોરંટ મેળવવામા આવેલ છે. તેમ છતાં આરોપીઓ પોતાની ઘરપકડ ટાળવા સારૂ ગુન્હાના કામે ફરાર થયેલ છે માટે ચારેય આરોપીઓને હાજર થવા સ્પેશ્યલ ગુજસીટોક કોર્ટ રાજકોટ દ્વારા આરોપીઓને ફરિયાદનો જવાબ આપવા કોર્ટ સમક્ષ હાજર થવા સી.આર.પી.સી કલમ ૮૨ અનુસાર જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.




Latest News