મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી
Breaking news
Morbi Today

ભારે કરી: મોરબીમાં લોકોને હરવા ફરવા માટેનું એક માત્ર સ્થળ ઝુલતો પુલ બંધ


SHARE







ભારે કરી: મોરબીમાં લોકોને હરવા ફરવા માટેનું એક માત્ર સ્થળ ઝુલતો પુલ બંધ

મોરબી શહેરની વિશ્વ કક્ષાએ નામના છે પરંતુ આ શહેરમાં હરવા ફરવા માટે આંગળીના ટેરવે જ ગણી શકાય તેટલા સ્થળો આવેલા છે જેમાં ઝૂલતો પુલનો આજની તરીકે પણ સમવેશ થાય છે જો કે, મોરબીમાં  જોવા લાયક એક માત્ર નજરાણું સમાન ઝૂલતો પુલ છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં છે અને તેનું રીનોવેશન કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી હતી દરમ્યાન હાલમાં જે કંપનીને આ પુલની જવાબદારી સોપવામાં આવી છે તેના દ્વારા મોરબીનો ઝૂલતો પુલ સહેલાણી માટે જીવલેણ સાબિત ન થાય તે માટે ઐતિહાસિક પુલનું રીનોવેશન કામ શરૂ કરવાનું છે જેથી કરીને હાલમાં તેને બંધ કરી દેવામાં આવેલ છે

વર્ષો પહેલા મોરબીના ઓરેવા ટ્રસ્ટને મોરબીના ઝુલતા પુલની સંપૂર્ણ જવાબદારી તેના નિભાવ સાથે સોપી દેવામાં આવી છે અને આ પુલ ઉપરથી જે લોકો પસાર થાય તેની પાસેથી જે ટિકિટ લેવામાં આવે છે તે રકમ આ ટ્રસ્ટને મળે છે જો કે, ઝૂલતો પુલ છેલ્લા ઘણા સમયથી જોખમી બની ગયો હતો અને તેને રીપેર કરવામાં આવી રહ્યો ન હતો દરમ્યાન ફરી પછી ઝૂલતા પુલની જવાબદારી ઓરેવા ટ્રસ્ટને સોંપી દેવામાં આવી છે અને હેરીટેજમાં લેવા સમાન મોરબીનો ઝૂલતો પુલ જોખમી હોવાથી તેને રીપેર કરવા માટે પુલને હાલમાં બંધ કરવામાં આવેલ છે

આજની તારીખે મોરબીમાં બહારથી ફેમીલી આવે તો તેને મોરબીમાં એક માત્ર ઝુલતા પુલ જોવા માટે તેમજ ફરવા માટે લઈ જવા પડે છે તે સિવાય છેલ્લા વર્ષોમાં વિકાસના નામે કરોડોનું આંધણ કરી નાખવામાં આવ્યું છે જો કે, આજની તારીખે લોકો પરિવાર સાથે ફરવા માટે જય શકે તેવું  એક સ્થળ ડેવલોપ કરવામાં આવ્યું નથી તે હકકિત છે આ પુલ ઘણા સમયથી જોખમી હતો અને નિર્દોષ લોકો માટે જીવલેણ સાબિત થાય તેમ હોવાથી તેનું રિનોવેશન કરવા માટેની માંગણી ઉઠી રહી હતી ત્યારે હાલમાં જે ઓરેવા ટ્રસ્ટને પુલની જવાબદારી સોપવામાં આવી છે તેના દ્વારા આગામી દિવસોમાં આ પુલનું ધરમૂળથી રિનોવેશન કરવામાં આવશે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે

અત્રે ઉલેખનીય છે કે, વિશ્વ કક્ષાએ નામના ઘરાવતા મોરબી શહેરમાં મણીમંદિરને બાદ કરતા જોવા લાયક જો બીજું કોઈ સ્થળ હોય તો તે માત્રને માત્ર ઝૂલતો પુલ છે જેથી બહાર ગામથી આવતા પ્રવાસીઓ તેમજ ખરીદી કરવા માટે આવતા વેપારીઓ આ ઝુલતા પુલની મુલાકાત લેતા હોય છે અને ખાસ કરીને વેકેશનનો સમય હોય ત્યારે દૈનિક સરેરાશ ૪૦૦થી વધુ લોકો આ પુલ પરથી અવાર જવર કરતા હોય છે ત્યારે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને ઝુલતા પુલનું રીપેરીંગ કામ કરવા માટે હાલમાં પુલ બંધ કરવામાં આવેલ છે ત્યારે આગામી વેકેશન પહેલા વહેલી તકે પુલને રીપેર કરીને મોરબીની ધરોહર સમાન આ ઝૂલતો પુલ ફરી નગરજનો અને સહેલાણી માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી લોકોની લાગણી છે






Latest News